________________
[ ૧૮ ]
ધ્યાનદીપિકા
મનમાં વિચાર કરે કે સારભૂત બે પગવાળાં કે ચાર પગવાળાં જનાવરે (જીવ) તથા ધન, ધાન્ય અને ઉત્તમ સ્ત્રીઓથી ભરપૂર જે અન્યની વસ્તુઓ છે છતાં પણ ચોરીના સામર્થ્યથી તે વસ્તુઓ મારી પિતાની છે.
ચેરી કરવા લાયક વસ્તુ ઘણા પ્રકારની છે. નિરંતર ગામ, દેશ અને રસ્તાઓનો નાશ કરવાની ઇચ્છા રહ્યા કરે તેને ચૌર્યાનંદ રૌદ્રધ્યાન કહે છે. તે જીવ અવશ્ય નરકે જાય છે. | ભાવાર્થ-આ ત્રીજા પ્રકારના રૌદ્રધ્યાનમાં ચોરી એ મુખ્ય વિષય છે. ચોરી કરવાના સંબંધમાં ભયંકર રીતે
ના ઘાત કરવા સુધીના વિચારો કરવા, અહેનિશ તે ચિંતામાં મનને વિક્ષેપવાળું રાખવું, પિતાનું ચોરી કરવાનું કામ સિદ્ધ કરીને કે તેમાં વિદ્ધ કરનાર જનો નાશ કરીને આનંદ પામ તે ચોર્યાનંદ નામનું રૌદ્રધ્યાન છે.
દુનિયામાં સારામાં સારી કઈ પણ વસ્તુ દેખવા કે સાંભળવામાં આવે પછી ગમે તેવે ઠેકાણે હોય કે ગમે તેવી હોય પણ મનમાં એમ જ વિચાર કરે કે મારામાં ચોરી કરવાનું બળ છે, એટલે તે વસ્તુ માટે સ્વાધીન જ છે. કદાચ તેમાં કોઈ વિદ્ધ કરવા આવશે, તે તેને નાશ કરીને પણ તે મેળવ્યા સિવાય રહીશ જ નહીં. આ સંકલ્પ કરીને જ બેસી રહેતું નથી. સંકલ્પ કરવા તે પણ શૈદ્રધ્યાન છે, તથાપિ સંકલ્પથી આગળ વધીને તે વસ્તુ મેળવવા પણ પ્રયત્ન કરે છે. કેઈનું ધન દેખી, કેઈ દુર્લભ અનાજ દેખી, કેઈ સુંદર બે પગવાળા પંખીઓ દેખી અથવા ચાર પગ વાળા જનાવરે દેખી અથવા સુંદર સ્ત્રીઓ પ્રમુખને દેખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org