________________
[ ૧૭૮ ]
ધ્યાનદીપિકા
અન્યને ઠગવાવાળા શાસ્ત્ર બનાવી, હિંસકમાગે જણાવી, લોકેને કષ્ટમાં પાડી, હું વાંછિત સુખ ભોગવીશ.
અસત્ય કલ્પનાના વાદ કે પૂર્વ પક્ષ વડે અથવા કરે ગમે તેવી અસત્ કલ્પનાઓ વડે મનને મલિન કરી મનુષ્ય જે ચેષ્ટા કરે છે (વર્તન કરે છે, તેને નિશ્ચ કરી મૃષાનંદ (અસત્યાનંદ) નામનું રૌદ્રધ્યાન કહે છે.
ભાવાર્થ –પૂર્વે રૌદ્રધ્યાન કહેવાયું તેમાં હિંસાની પ્રધાનતા (મુખ્યતા) હતી. આ બીજા રૌદ્રધ્યાનના ભેદમાં અસત્ય (જૂઠું) બલવું, તેની પ્રધાનતા છે. ઇંદ્રિયની તથા મનની તૃપ્તિ કરવારૂપ સ્વાર્થ સાધવા માટે મુખ્ય કરી સામાં જીવેને નાશ થાય ત્યાં સુધી અસત્ય વચનની પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને (અસત્યમાં આનંદ મનાતો હોવાથી) અસત્યાનંદ રોદ્રધ્યાન કહે છે.
લોકોને ઠગવા સારુ જૂઠાં શાસ્ત્રો બનાવવા-લોકે ધર્મને બહાને જેટલા ઠગાય છે તેટલા બીજા વ્યવહારમાં ભાગ્યે જ ઠગાતા હશે. કેટલાકે મેક્ષના પરવાના રાખે છે કે અમારા સિવાય બીજાને મોક્ષ મળે જ નહિ. અમારા ધર્મમાં આવે ત્યારે જ મોક્ષ મળે છે. કેટલાક સ્વર્ગની ચિઠ્ઠીઓ આપે છે. અમુક રકમ અમને આપો એટલે ચિઠ્ઠી લખી દેવામાં આવશે, કે તમને ત્યાં (પરભવમાં) બધી અનુકૂળતા કરી દેવામાં આવશે. કેટલાએકનું સર્વસ્વ અમુક દેવને નામે અર્પણ કરી દેવાથી (તન, મન, ધન સ્વામીને શરણે મૂકી દેવાથી) વિમાન લઈ તેડવા આવવાનું બતાવે છે. આ સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org