________________
[ ૧૬૮ ]
ધ્યાનદીપિકા
તે ચાર ભેદ બતાવે છે – हिंसानंदान्मृषानंदाच्चौर्यात्संरक्षणात्तथा । रौद्रध्यानं चतुर्धा स्याद्देहिनां निर्दयात्मनाम् ।।८२॥ નિર્દય સ્વભાવવાળા અને હિંસામાં થતા આનંદથી, અસત્યથી થતા આનંદથી, ચોરીથી થતા આનંદથી અને ધનાદિ રક્ષણના કારણથી થતા રૌદ્ર પરિણામયી રૌદ્રધ્યાન ચાર પ્રકારે થાય છે. તેને હિંસાનંદ, અસત્યાનંદ, ચૌર્યાનંદ અને રક્ષણનંદ અથવા હિંસાનુબંધી, અસત્યાનુબંધી, ચૌર્યા બંધી અને રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહે છે.
હિંસા રૌદ્રધ્યાન पीडिते च तथा ध्वस्ते जीवौधेऽथ कदर्थिते । स्वेन वान्येन यो हर्षस्तद् हिंसारौद्रमुच्यते ॥८३।। પિતાને હાથે કે પરની પાસે ના સમુદાયને પીડા કરવી, કદર્થના કરવી, કે નાશ કરવો અને તેમ કરીને હર્ષ પામ તેને હિંસારૌદ્ર ધ્યાન કહે છે.
ભાવાર્થરદ્રતા, ભયંકરતા, ક્રૂરતા, કઠોરતા, દુષ્ટતા, નિષ્ફરતા, ઈત્યાદિ પર્યાયે એકસરખી રીતે ખરાબ પરિણામને સૂચવે છે. આવા ખરાબ પરિણામ જીવના થવા તેને રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનની પરિણતિ મનની વૃત્તિઓ અનેક પ્રકારે અનેક રીતે થાય છે. છતાં તે સર્વનો સામાન્ય રીતે ચાર ભેદોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે તે અપેક્ષાએ રૌદ્ર ધ્યાનના ચાર ભેદ કહે છે. તે સર્વમાં જીવના દૂર પરિણામ થાય છે. કૂર પરિણામ વિના દુષ્ટ કામ થતાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org