________________
ધ્યાનદીપિકા
[ ૧૬૭ ]
તરફ લક્ષ રાખી ઈરછાઓને નિરોધ કરનાર-પાંચમી ભૂમિકા યા ગુણસ્થાનવાળા છે, તેને પણ આધ્યાન અમુક ભાગે ઈષ્ટ વિયેગાદિ સંબંધી હોય છે,
છઠ્ઠા ગુણસ્થાનવાળા-સર્વવિરતિધારી મુનિઓ, ત્યાગી પ્રમાદમાં પડતાં તેમને પણ આધ્યાન થઈ આવે છે, છતાં પૂર્વના ગુણસ્થાનક કરતાં ઘણું જ મંદ મંદ આ ધ્યાન હોય છે. તેના કારણો પૂર્વે બતાવી આવ્યા છીએ.
પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી આધ્યાન હેાય છે; તથાપિ પહેલા ગુણસ્થાનમાં રહેલા જીવોનું આર્તધ્યાન, તેનાથી જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આd ધ્યાન ઘણું મંદ મંદ હોય છે. અને તેના કારણો પણ ચડતાં ચડતાં ઘણા સામાન્ય, નિર્માલ્ય યાને નજીવા જેવાં હોય છે. તથાપિ આર્તધ્યાન પ્રમાદનું મૂળ છે. મૂળ સજીવન હોય તે વૃક્ષ ફરી પલ્લવિત થવાનો સંભવ છે. માટે થોડા નજીવા પણ આધ્યાનને અવકાશ આપે નહિ અપ્રમત્ત દશાવાળા મુનિઓમાં આર્તધ્યાનને અવકાશ નથી.
પ્રકરણ ૬
રૌદ્રધ્યાન दुष्ट क्रूराशयो जंतु रौद्रकर्मकरो यतः । ततो रौद्रं मतं ध्यानं तच्चतुर्धा बुधैः स्मृतम् ।।८१।।
જે કારણથી લઈ દુષ્ટ દૂર આશયવાળો જીવ સૈદ્રકમ કરે છે તે કારણથી તેને રૌદ્રધ્યાન માનેલું છે. તે રીદ્રધાન જ્ઞાની પુરુષોએ ચાર પ્રકારે કહેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org