________________
[ ૧૩૪ ]
ધ્યાનદીપિકા अंतो मुहुत्तपरओ चिंता झाणंतरं च हुज्जावा । सुचिरंपि हुज्ज बहुवथ्थुसकमे झाणसंताणं ॥२॥ अंतो मुहुत्त मित्तं चिंता वथ्थाण मेग वथ्थुमि । छउमथ्थाणं झाणं जोग निरोहो जिणाणं च ॥३॥
જે સ્થિર અધ્યવસાય છે તેને ધ્યાન કહે છે. જે ચપલ અધ્યવસાય છે તેને ચિત્ત કહે છે. તે ચપલ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા કહે છે.
અંતમુહૂર્ત (એકાગ્રતા રહ્યા, પછી (ધ્યાન હોતું નથી), ચિંતા હોય છે. અથવા ધ્યાનાંતર હોય છે (ભાવના કે અનુપ્રેક્ષા હોય છે). ઘણી વસ્તુમાં મને સંક્રમણ કરે (સ્થિરતા વાળું દયેયાંતર ચાલુ રાખે) તે ઘણા વખત સુધી પણ
ધ્યાનને પ્રવાહ હોય છે. અંતમુહૂર્ત પ્રમાણે એક વસ્તુમાં ચિત્ત સ્થિર કરી રાખવું તે છમોનું ધ્યાન છે અને ગોને નિરોધ કરી દે તે જિનેનું ધ્યાન છે.
સારું ધ્યાન કેને કહેવું? रागद्वेषौ शमी मुक्त्वा यद्यद्वस्तु विचिंतयेत् । तत्प्रशस्तं मतं ध्यानं रौद्राद्यं चाप्रशस्तकम् ॥६७॥
રાગ અને દ્વેષ મૂકીને, સમતાવાન મુનિ જે જે વસ્તુનું ચિંતન કરે–દયાન કરે તે તે ધ્યાન સારું માનેલું છે. રૌદ્ર આદિ ધ્યાન તે ખરાબ માનેલાં છે.
શાસ્ત્રાંતમાં કહ્યું છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org