________________
ધ્યાનદીપિકા
[ ૧૩૩ ]
આ એક જ વિચારને મુખ્ય કરવાનો પ્રયત્ન ચાલુ છે. મનની આવી સ્થિતિને ભાવના કહે છે. આવી ભાવના ચાલુ રાખવા પછી તે અભ્યાસને મૂકી દઈ મન તદ્દન રિથર થાય છે. હું આનંદસ્વરૂપ છું” તેને પણ યાદ કરતું નથી. મનને કેવળ લય થઈ જાય છે તે એકાગ્રતાવાળી ધ્યાનની સ્થિતિ કહેવાય છે.
આ ભાવનાની હયાતી ધ્યાનના અભ્યાસકાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતમુહૂર્ત પછી એકાગ્રતાની સ્થિતિ વીખરાતાં હોય છે. મનની આવી સ્થિતિ તે ભાવના છે.
મનની બીજી સ્થિતિ અનુપ્રેક્ષાની છે. અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી જેવું. અર્થાત્ ધ્યાનની સ્થિતિ ખસી જવા પછી પાછું તે સ્થિતિ મેળવવા પૂર્વે અનુભવાયેલી ધ્યાનસ્થિતિનું સ્મરણ કરવું, સ્મૃતિ લાવવી, પૂર્વની સ્થિતિને યાદ કરવી તે છે.
મનની ત્રીજી સ્થિતિ ચિંતા નામની છે. આ બે સ્થિતિથી જુદી એટલે મનની આ બે સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી નીચા પ્રકારની છે. કેઈ પણ પદાર્થની ચિંતા કરવી એટલે અનેક વિચારતમાં ચાલ્યા જવું. જીવાજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા તે પદાર્થચિંતા નામની મનની ત્રિીજી સ્થિતિ છે. આગમમાં કહ્યું છે કે
जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चित्तं । तं हज्ज भावणा वाणुप्पेहा वा अहव चिंता ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org