SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૧૯ ] તેનું ફળ, આ ચાર પ્રકાર છે, તે સર્વને સંક્ષેપમાં સમજીને આર્તધ્યાનાદિકને સારી રીતે ત્યાગ કરે. ભાવાર્થ –ધ્યાન જ ઉપયોગી કર્તવ્ય છે એમ સમજાય પછી તેને માટે પ્રયત્ન કરનારાઓએ તે ધ્યાનમાં અંગ-વિભાગે સારી રીતે સમજવાં જોઈએ. પહેલી વાત એ છે કે ધ્યાતા એટલે ધ્યાન કરનાર કેણ હોવા જોઈએ ગૃહસ્થ કે ત્યાગી? ધ્યાન કરનારમાં કેવી ગ્યતા હોવી જોઈએ ? બીજી વાત, ધ્યાન એટલે શું અને તે કેવું–કેટલી જાતનું છે ? ત્રીજી વાત, ધ્યાન કરવાનું છે તે ધ્યેય કેવું હોવું જોઈએ? ચોથી વાત તેનું ફળ શું પ્રાપ્ત થશે? આ ચારે બાબતને પ્રથમ ટુંકામાં પણ સમજીને પછી ધ્યાન કરવા માટે પ્રવૃત્તિ કરવી. ખરું ધ્યાન સમજાયાથી આ ધ્યાન અને રૌદ્રધ્યાનનો સારી રીતે મજબૂતાઈથી ત્યાગ કરી શકાય છે. ધ્યાન કેણ કરી શકે? निग्रंथो हि भवेद्ध्याता प्रायो ध्याता गृही न च । परिग्रहादि मनत्वात् तस्य चेतो यतश्चलम् ॥ ५६ ।। નિથ ત્યાગી મનુષ્ય નિ ધ્યાન કરનાર હોય છે પ્રાયઃ ગૃહસ્થ ધ્યાન કરી શકતો નથી કેમ કે તે પરિગ્રહાદિમાં ડૂબેલો છે તેનું ચિત્ત ચપળ છે. પ૬. ભાવાર્થ :–બહારથી તેમ અંતરમાંથી ત્યાગ કરનાર કામધાદિને હઠાવનાર, ત્યાગી, નિગ્રંથ-રાગદ્વેષની ગ્રંથિને તેડનાર-ઢીલી કરનાર, એવા મુનિઓ જ ધ્યાન કરવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy