________________
[ ૧૦૦ ]
ધ્યાનદીપિકા વિકારેની જાગૃતિ તેવી ને તેવી જ થશે. આ માટે શરૂઆતમાં ઉપવાસાદિ ઉપયોગી છે, પણ આપણે કાંઈ શરીરને નાશ કર નથી; શરીરને નાશ કરવો હોય અને શરીરના નાશથી કમને (રાગ, દ્વેષ, હર્ષ, ખેદની લાગણીને) નાશ થતો હોય છે તે વિષ આદિ અનેક જાતના પ્રયોગોથી, એક ઘડીમાં દેહથી આત્માને વિયાગ કરાવી આપનારા અને ઉપાયે દુનિયા પર તૈયાર છે, પણ તેનાથી પરમશાનિનું કાર્ય સિદ્ધ થતું નથી. આપણે દેહને નાશ કરવાનું નથી, પણ મનમાં રહેલ-કમની સત્તા જમાવી પડેલા રાગદ્વેષ અજ્ઞાનાદિને નાશ કરવાનું છે, એટલે કે મન ઉપર અસર કરવાની છે તે તેને માટે મનને શુદ્ધ કરવા સારુ એક પવિત્ર-નવકાર મંત્રને-પરમાત્માના નામના વાચક શબ્દને અખંડ જાપ કરે. આ ઉપવાસ પછીને બીજે માગ છે બીજી ભૂમિકા છે. - લેકે ઉપવાસાદિ ઘણા કરે છે, તે સંબંધી તેઓ ઘણુ જાણે છે. એટલે તે સંબંધી અહીં વિશેષ લખવું યે ઘાયું નથી. . આ જાપનામની બીજી ભૂમિકા તે તપને જ ભેદ છે, મનને તપાવે છે–મલિનતા ઓછી કરાવે છે. નદીના ઊંડાણમાં પડેલા પાણીના ધરામાં પાણી ભરાઈ રહે છે, ઉનાળામાં પણ તે ઊંડા ધરામાંથી પાણી સુકાતું નથી. છતાં નવીન આવક ન હોવાથી તે પાણી ગંધાઈ જાય છે, લાલ ફૂલ ઉપર છાઈ જાય છે આ ગંધાયેલ પાણીના ધરામાં જ્યારે નવીન પાણી સબંધ આવી પડે છે, ત્યારે તે જૂનું પાણી ક્યાં જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org