________________
[ ૯૮ ]
ધ્યાનદીપિકા વેગ પ્રમાણે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખે અને જે કાળે છે આવી મળે તેમાં ખેદ કે આનંદ ન માને તે નવીન કમ બંધ ન થતાં પૂર્વના કર્મ નિર્જરી જશે–ખરી પડશે. પૂર્વકમને અવશ્ય ઉદય થાય છે એમ વિચારી સામ્ય યા | મધ્યસ્થ સ્થિતિ રાખવાથી હર્ષ, શેક વિના અનુભવ કરવાથી નવીન કર્મબંધને અટકાવી શકાય છે.
આવી મધ્યસ્થ સ્થિતિએ પહોંચવા માટે કે થયેલી ઉત્તમ સ્થિતિ ટકાવી રાખવા માટે વિચારવાન મનુષ્યએ યશકીર્તિની ઈચ્છા વિના કે પુદ્ગલિક સુખની લાલસા વિના શુભ કાર્યમાં પ્રવૃત્તિ, અશુભ કર્મથી નિવૃત્તિ અને સંવરભાવને વધારે કરે, ઈત્યાદિ રસ્તાઓ જવાના છે.
સારું કામ કરવાની અને ખોટું કામ ન કરવાની ટેવ પાડવાથી આ કર્મનિર્જરાને માર્ગ સુલભ થાય છે અને વિશેષ પ્રકારે નવીન અશુભ કર્મ ન બાંધવાના માર્ગને મદદ મળે તેવું મન થાય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવાથી, વારંવાર તેને વિચાર કરવાથી, અહંકારને નાશ સાધવાથી, કેઈ એક એવી નવીન જાતની વિરક્તતા અને આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે.
આ સર્વભાવ ઉપરની ઉદાસીનતાવાળી વિરક્તતા-સામ્ય સ્વભાવવાળી આત્મજાગૃતિ-નિજરા સાથે નવીન કમબંધ ન થાય તેવી સ્થિતિ મેળવાવી આપે છે.
દેષવાળું સુવર્ણ જેમ અગ્નિમાં નાખવાથી શુદ્ધ થાય છે તેમ જીવ, તરૂપ અગ્નિ વડે શુદ્ધ થાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org