SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪ ] ધ્યાનદીપિકા શરીરનો સંયમ-નિગ્રહ કરે, મહાન અભિગ્રહો લેવા, ધ્યાને નિમગ્ન થવું, તેમાં આવી પડતા પરીષહો કે ઉપસર્ગો સમભાવે સહન કરવા, પરોપકારના કાર્યોમાં મન, વચન, શરીરની શક્તિને ફેરવવીપિતાના શરીરને કષ્ટ થાય છે કે મહેનત પડે છે. તેની પણ દરકાર ન રાખતાં અન્યને ઉપયોગી મદદ કરવી, ઈત્યાદિ કાર્યોમાં પોતાનું પુરુષાર્થબળ-વીર્ય ફેરવવું તે ઉદીરણા પ્રયત્ન કહેવાય છે. આ સર્વ સહન કરતાં આત્ત, રૌદ્ર પરિણામ ન થાય, કર્મક્ષય કરવા નિમિત્તે જ પ્રયત્ન હોય, આત્મદશાની જાગૃતિપૂર્વક પ્રવૃત્તિ થતી હોય તે આ ઉદીરણાથી પૂર્વ કર્મ નિર્જ. રવા-દૂર થવા સાથે નવીન બંધ પણ થતું નથી. સ્વાભાવિક રીતે કર્મના પરિપાકકાલે જે સુખદુઃખાદિ ઉત્પન્ન થાય છે તે કર્મને ઉદય કહેવાય છે. અને કર્મને ક્ષય કરવા નિમિત્તે આત્મઉપયોગની જાગૃતિપૂર્વક જેટલી કષ્ટસાધ્ય કે સુસાધ્ય ક્રિયાઓ જાણી જોઈને કરવામાં આવે છે તે ઘણે ભાગે ઉદીરણારૂપે હોય છે. દરેક છ ઉદય આવેલ કર્મ ભોગવે છે જેટલું ભેગવાય છે તેટલું ઓછું થાય છે છતાં તેઓ મુક્ત થતા નથી. તથા “આ” પૂર્વનું કર્મ છે અને “આ” અત્યારે નવું બંધાયું છે આનો નિર્ણય કેવી રીતે થઈ શકે? આ શંકાનું સમાધાન પ્રથમ કેટલું કહેવાઈ ગયું છે, તથાપિ વિશેષ સ્પષ્ટતા માટે તેનું સમાધાન આ પ્રમાણે થઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy