SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ ] યાદીપિકા કરેલી છે. નિને સકામ નિજારા હોય છે, તેમ જ બીન એને અકામ નિર્જરા હોય. ભાવાર્થ :–આવતા કર્મોને રેકવારૂપ સંવરભાવના બતાવ્યા બાદ પૂર્વના આવેલ કર્મને કાઢી નાખવા માટે નવમી નિર્જરા ભાવના કહેવામાં આવે છે. આ જીવ પોતાના શુદ્ધ ઉપયોગના બળથી પૂર્વ સંચિત કર્મ અણુઓને એક દેશથી નાશ કરે છે તે નિર્જરા કહેવાય છે. એક દેશથી એટલે અમુક ભાગને નાશ કરે છે એમ કહેવાને હેતુ એ છે કે સર્વથા સર્વ અણુઓને નાશ થાય તેને મોક્ષ થાય છે, તે મિક્ષ કહેવાય છે અને આ નિર્જરા પ્રકરણ છે એટલે નિર્જરાની હકીકત જણાવી છે. કર્મ બે પ્રકારના છે, નિકાચિત બંધવાળાં અને શિથિલ બંધવાળાં જે કર્મ અવશ્યભેગવવા જ પડવાનાં છે, જેને બંધ મજબૂત બંધાઈ ચૂક્યો છે, તેમાં ફેરફાર કરી શકાતે નથી તે તો અવશ્ય પ્રારબ્ધરૂપે ઉદય આવવાનાં અને તે નિકાચિત બંધવાળાં કર્મોની નિ જરા તે ભોગવી લેવાથી જ થાય છે. બીજી જાતનાં કર્મ કે જેને બંધ મજબૂત-નિકાચિત પડ્યો નથી પણ વાસનારૂપે જેનાં પુદગલે એકઠાં કરેલા છે તેમાં ફેરફાર કરી શકાય છે. પશ્ચાત્તાપવાળી પણ આત્માના શુદ્ધ ઉપગરૂપ સદભાવનાથી તે નિર્જરી શકાય છે. અથવા એક જાતની કર્મ પ્રકૃતિમાંથી બીજી જાતની કર્મ પ્રકૃતિમાં વિચારશક્તિ દ્વારા પલટાવી પણ શકાય છે સારા સમાગમથી જ્ઞાની પુરુષના સહવાસથી ઘણી વખત આપણું વાસનાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy