________________
ધ્યાનદીપિકા
[ ૮૧ ]
કરાતી સર્વ ક્રિયાઓ સંવરૂપ થાય છે, નહિતર સમ્યફ દષ્ટિ વિના કરાતી કિયાએ સંસારના કારણરૂ થાય છે. તેમાં સારી કિયાએ હોય તે પુણ્યનું કારણ થાય છે. પણ તેથી સંસારના પરિભ્રમણનો નાશ કે કર્મ અટકાવવાના કારણરૂપ તે ક્રિયા થતી નથી માટે દરેક ક્ષણે સમ્યક્દષ્ટિ મનુષ્યોએ જાગૃતિ રાખવી જોઈએ કે અમુક ક્ષણે મારા મન, વચન, શરીરની પ્રવૃત્તિ કઈ તરફ છે ? તેમાં મનની પ્રવૃત્તિ તપાસવા માટે તે વારંવાર લક્ષ આપવું જોઈએ, અને આશ્રવવાળી પ્રવૃત્તિ જણાતાં તેની વિરોધી પ્રવૃત્તિ ધારણ કરી, સામી સારી ભાવના ઉત્પન્ન કરી, અશુભ આશ્રવથી પાછા હટી, શુભ પ્રવૃત્તિમાં વધારો કરે. તે ટેવ પડ્યા પછી શુભ આશ્રવને પણ રોકી લઈ શુદ્ધ આત્મસ્થિતિમાં પ્રવેશ કરે. અને તે જ આ ભાવનાની વિચારણાનો મુખ્ય ઉદ્દેશ છે.
નિર્જરા ભાવના मूलभूतानि कर्माणि जन्मान्तादि यथातरोः । विशीर्यते यया सा च निर्जरा प्रोच्यते बुधैः ॥३४॥ सा सकामा ह्यकामा च द्विविधा प्रतिपादिताः । निर्ग्रन्थानां सकामा स्यादन्येषामितरा तथा ॥३५॥ જન્મ મરણાદિ પીડારૂપ વૃક્ષનાં મૂળ સરખા કર્મો જે વડે વીખરાઈ જાય, ખરી પડે તેને જ્ઞાની પુરુષો નિર્જ રા કહે છે.
તે નિર્જરા સકામ અને અકામ એમ બે પ્રકારે કથન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org