________________
[ ૮૦ ]
ધ્યાનદીપિકા
કહેવાય છે. ઈચ્છા ઉત્પન્ન થઈ તે સામી અનિચ્છા, નિઃ સ્પૃહતા, સંતોષ, નિરાશી ભાવની ભાવના મૂકી તેને નાશ કરે. કેધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ ઈત્યાદિ વૃત્તિઓ ઉત્પન્ન થાય તેની સામે અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, વિરાગ, સમપરિણામ વગેરે ભાવવાળી વૃત્તિઓથી તે પૂર્વની વૃત્તિઓને નાશ કરવો, પણ આ વિરેાધી શુભ વૃત્તિઓ એવી પ્રબળ હેવી જોઈએ કે અશુભ વૃત્તિઓને દૂર કરે અગર તેમ ન કરી શકે તે પણ ત્રાજવાના બે છાબડાની અંદર એકસરખા વજનની પેઠે સરખું બળ તે હેવું જ જોઈએ કે જેથી અશુદ્ધ ભાવનાઓ અસર કરી શકે નહિ. અને અંતઃકરણ ધીમે ધીમે શુદ્ધ થઈ શકે. સંકલ્પ નિઃસંકલ્પથી રોકવા, વચનને મૌનથી અને શરીરને સ્થિર તાથી આ પ્રમાણે દેશથી કે સર્વથી જેવું પોતાનું સામર્થ્ય હેય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન કરવાથી જીવો આશવને રોકી શકે છે. એટલું બરાબર યાદ રાખવું જોઈએ કે દષ્ટિ સમ્યફ થયા વિના સંવરની ક્રિયા એટલે આવતાં કમને રેકવાનું બળ છવામાં આવી શકતું નથી. સમ્યક્ દર્શન કહો કે સમ્યક્ દષ્ટિ કહે એ બન્ને એક જ વાત છે. આત્મા તરફ જ જેની દષ્ટિએ પ્રયાણ કર્યું છે, પુદગલ પદાર્થોમાં સત્ય સુખ નથી જ એવી જેની પૂર્ણ શ્રદ્ધા પ્રગટી છે, આત્મા જ સુખરૂપ છે અને તે હું સાચો , જ છું એમ જાણી તેના દરેક પ્રયાસો તેને શુદ્ધ કરવા માટે જ પ્રવતે છે, તેના તરફ લક્ષ રાખીને જ વર્તન થાય છે ત્યારે જ તેનાથી
૧. સર્વ વસ્તુના ત્યાગની ભાવના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org