________________
ધ્યાનદીપિકા
[ ૮૩ ]
ઓછી થઈ જાય છે. અમુક વસ્તુનું મમત્વ ઓછું થઈ જાય છે, અને મનમાંથી પણ તેવી જાતની ઈચ્છાઓ સદાને માટે કાઢી નાખીએ છીએ. આનું કારણ એ જ છે કે તે નિકાચિત બંધ પડવા વિનાની આપણી ખરાબ લાગણીઓ હોવાથી ભાવનાએથી જે પુલ કર્મો જ એકઠે કરાયેલો હતો તે સદ્ગુરુના વચનામૃતોથી ભાવ વિશુદ્ધ થતાં વીખરાઈ જાય છે. આ માટે જ કહેવામાં આવ્યું છે કે જન્મમરણના બીજભૂત કર્મો જે સદભાવના વડે વીખરાઈ જાય છે તેનું નામ નિર્જરા છે.
આ નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા કર્મને નાશ કરવા માટે જે જે પ્રયત્નો કરવામાં આવે છે, જે જે ક્રિયાઓ કરવામાં આવે છે અને તે પણ આત્મઉપગની પૂર્ણ જાગૃતિપૂર્વક કરવામાં આવે તેથી સકામ નિર્જરા થાય છે.
ટાઢ, તાપ, સુધા, તૃષા, અનેક પ્રકારના અજ્ઞાનકષ્ટાદિ, સમ્યફદષ્ટિ થયા સિવાય સહન કરવામાં આવે છે, ઈચ્છા વિના પણ વિવિધ પ્રકારના રાગાદિ સહન કરવામાં આવે છે. ઈષ્ટ વિયોગથી અનિષ્ટ સંયોગથી વિવિધ પ્રકારના અપમાનથી દુનિયામાં અપકીર્તિ ફેલાવાથી, ચક્ષુ આદિ ઇદ્રિના નાશથી, મોહના ઉદયથી થતા કામાદિ વિકારોને પરાણે રોકી રાખવાથી, નીચ કુલાદિમાં ઉત્પન્ન થવાથી, નાના પ્રકારની ઈચ્છાઓની અપૂર્ણતાથી, ટુંકામાં કહીએ તો જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના ઉદયથી જે માનસિક, વાચિક કે કાયિક કષ્ટો સહન કરવાં પડે છે તે દુઃખ સહન કરવાથી; પછી તે ઈચ્છાથી કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org