________________
[ ૬૬ ]
ધ્યાનદીપિકા યણિક-સાંગિક ક્રિયા થાય છે, જેમાંથી અંકુરરૂપે તે બીજ બહાર આવી બહારનાં હવા, પાણી, પ્રકાશ વિગેરેનું પોષણ મેળવી છેવટે એક વૃક્ષાદિ રૂપમાં આવે છે. નિયમિત અવધિ આયુષ્ય પ્રમાણે અહીં દેખાવ આપી પાછું તેનું રૂપાંતર થઈ જાય છે--મરણ પામે છે અને નવું થાય છે.
આવી જ કાંઈક ક્રિયા આ દેહ માટે પણ થાય છે. તે સ્ત્રીપુરુષના સંગજન્ય બીજ માતા તરફથી મળતા પોષણમાંથી વૃદ્ધિ પામે છે. તેને જોઈતી હવા, ગરમી અને આહાર તે સર્વ માતાના શરીરમાંથી મળે છે, અર્થાત્ આ ગર્ભના બીજની રાસાયણિક ક્રિયા માતાના ઉદરરુપ જમીનમાં જ થાય છે અને અમુક વખતની મર્યાદા પછી શરીરથી બહાર અંકુરની માફક આવે છે. ત્યાર પછી બહારના અનુકૂળ આહાર, હવા, પાણી, વિગેરેથી વૃદ્ધિ પામી આ દેખાતું શરીર યુવા-વૃદ્ધાદિ અવસ્થા પામી પાછું મરી જાય છે. તે સાથે તેમાં રહેવાવાળો જીવ પણ અન્ય સ્થળે તેમાંથી જુદો પડી ચાલ્યા જાય છે. પાછું નવું શરીર ધારણ કરે છે આ પ્રમાણે ઘટમાળ ચાલ્યા કરે છે.
આથી એમ સમજાય છે કે આ શરીર વીર્યાદિ બીજથી ઉત્પન્ન થયેલું છે. બીજ દેખાવમાં કેવું નિંદ્ય જેવું લાગે છે? શરીરને અંદરનો ભાગ અનેક પ્રકારની અશુચિથી ભરપૂર છે. વારંવાર તે મલિન થયા કરે છે, ગમે તેટલી વાર જોવા કે સાફ કરવા છતાં પણ તે મલિન જ રહે છે. જેના નવ દ્વારેથી અશુચિ વહ્યા કરે છે, મળમૂત્રાદિકની ગટરે નિરંતર સાફ રાખે તે જ ઠીક રહે છે, વળી શરીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org