SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 8 26 S ) (i d લક્ષ્મણનો રાજ્યાભિષેક અને jર્ભવતી સીતાનો ત્યાગ. ભરતજીની દીક્ષા થયા પછી અનેક રાજાઓ તથા વિદ્યાધરોએ શ્રીરામને વિનંતિ કરી કે હવે તેમણે રાજપાટનો ભાર ઉપાડી લેવો ઉચિત છે. ત્યારે રામે કહ્યું - ‘લક્ષ્મણ જ્યારે ગર્ભમાં આવ્યા, ત્યારે સુમિત્રા માતાએ ૭ સ્વપ્નો જોયા હતાં. તેના અનુસારે મારો ભાઈ લક્ષ્મણ વાસુદેવ થશે. તેથી તેને રાજ્ય સોંપી તેનો રાજ્યાભિષેક કરવો એ જ યોગ્ય ગણાશે.’’ રામચંદ્રજીના અત્યંત આગ્રહને આધીન થઈ લક્ષ્મણને ગાદીએ બેસાડ્યા અને તેમને વાસુદેવ તરીકે સ્થાપ્યા. રામચંદ્રજીનો અભિષેક કરીને તેમને બલદેવ તરીકે સ્થાપ્યા. વાસુદેવ થયેલા એવા લક્ષ્મણજીએ બિભીષણને રાક્ષસદ્વીપ, સુગ્રીવને વાનરદ્વીપ, વિરાધને પાતાલલંકા, પ્રતિસૂર્યને હનુપુર, ભામંડલને રથનુપુર, હનુમાનને શ્રીપુર, શત્રુદનને મથુરાનું રાજ્ય સોંપ્યું. વિશલ્યા, વનમાલા અને બીજી ચાર પટરાણીઓ સહિત લક્ષ્મણજીની સોળ હજાર રાણીઓ હતી. જ્યારે રામની સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા નામે # ચાર પટરાણીઓ હતી. સીતાએ દેખેલું સ્વપ્ન ZILIP SONY ભરત અને કેકેયીને કેવળજ્ઞાન અને તેમનો મોક્ષ કેવળજ્ઞાની મુનિઓની દેશના સાંભળીને ભરતનો વૈરાગ્ય ઉત્કટ બની ગયો. બીજા રાજાઓની સાથે દીક્ષા લઈને તેઓ મોક્ષ મેળવવા માટે ભાગ્યવાન બન્યા. ભરત મુનિ ત્રણ કરોડ મુનિઓ સાથે સિદ્ધિગિરિ ઉપર મોક્ષે ગયા. કૈકેયીએ પણ દીક્ષા અંગીકાર કરી અને કઠોર સાધના કરતાં કરતાં કેવળજ્ઞાન મેળવી મોક્ષે સીધાવ્યાં. PILIP એક વખત સીતાજીએ રાત્રિના પાછલા પ્રહરના છેલ્લા ભાગમાં, આઠ પગવાળા બે અષ્ટાપદ મૃગને દેવવિમાનમાંથી ઉતરી, મુખદ્વારા પોતાનામાં પ્રવેશ કરતાં સ્વપ્નમાં જોયા. તેમણે આ સ્વપ્ન રામચંદ્રજીને જણાવ્યું. રામચંદ્રજી બોલ્યા- “હે દેવી ! આપની કૂખે બે વીરપુરુષો જન્મ લેશે, તેમ આ સ્વપ્નથી જણાય છે.” *ઘણા રામાયણોમાં રામની અનેક પત્નીઓ બતાવી છે. જુઓ ઉત્તર પુરાણ (૬ ૮-૪૭-૪૮-૪૯, મહાપુરાણ ૭૦-૧૩, -Jan Evઉમચરિયે ૯ ૧ ૭) For Personal & Pelvate Use Only www.jalnelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy