SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સીતાજીની કૂખે ગર્ભ રહ્યો. ત્યાર પછી તે રામચંદ્રજીને સૌથી વધારે પ્રિય લાગવા માંડ્યાં. આથી તેમની બીજી પત્નીઓને સીતાજીની ઈર્ષ્યા થવા લાગી. માણસને સૌથી વધુ નુકશાન કરવાવાળી જો કોઈ હોય, તો તેનામાં રહેલી ઈર્ષ્યા છે, જે મહાઅનર્થ સર્જે છે અને મોક્ષ માટેની સાધના કરવામાં મોટી આડખીલી સમાન છે, એવું શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. તેથી જ પૂર્વભવની ઈર્ષાના કારણે અંજનાસુંદરીને બાવીસ વરસ સુધી પતિનો વિયોગ થયો. છે. સીતા દ્વારા રાવણના પગનું ચિત્ર બનાવાયું એક દિવસ રામની બીજી પત્નીઓ સીતાને પૂછવા લાગી- ‘તમારું અપહરણ કરવાવાળો રાવણ બહુ જ દેખાવડો હતો ? તેનું ચિત્ર બનાવી તમે અમને બતાવશો?'' સીતાજીએ જવાબ આપતાં કહ્યું- “મેં તો તેનું મોટું ક્યારેય જોયું નથી. પણ ફક્ત એના પગ જ જોયા હતા.” રાણીઓએ કહ્યું- “તો તેના પગનું ચિત્ર કાઢીને અમને બતાવો તો ખરાં.” સીતા સ્વભાવથી એકદમ સરળ અને અભિમાન વગરના હતાં. તેથી તેમને જરા પણ શંકા ન થઈ કે જો હું આવું ચિત્ર બનાવીશ, તો આ રાણીઓ શું કહેશે ? સરળ સ્વભાવની સીતાએ રાવણના પગનું ચિત્રામણ કર્યું. એટલામાં જ રામચંદ્રજીનું ત્યાં આવવાનું થયું. સીતાજીની સપત્નીઓએ રામને કાન ભંભેરણી કરતાં કહ્યું- “જુઓ, આપની પ્રિય પટરાણી સીતા હજી પણ રાવણને ભૂલી નથી. એની સાબિતી જોઈએ તો સીતાજીએ પોતે દોરેલ આ રાવણના પગનું ચિત્ર જુઓ !'' Jan Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy