SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સાથ આપે છે. તું તારા જ્યેષ્ઠ ભ્રાતાના ઉપકારોને ભૂલી ગયો છે. તું તો કૂતરાથી પણ ભૂંડો છે.... ચાલ્યો જા અહીંથી, મારે નથી જોઈતી તમારી સહાયતા કે નથી જોઈતી મંત્રણા.'' ભાઈ રાવણના આવા કટુવચન સાંભળીને બિભીષણ રામચંદ્રજીની પાસે જવા નીકળી પડ્યા. સૈન્ય સાથે બિભીષણને પોતાની તરફ આવતા જોઈને સુગ્રીવ આદિ સુભટો ચિંતિત તથા ક્ષુબ્ધ થઈ ગયા. અચાનક વિશાલ નામના વિદ્યાધરે કહ્યું– ‘‘રાક્ષસોમાં બિભીષણ ધર્માત્મા છે. સીતામુક્તિ માટેના તેના પ્રયત્નોના કારણે અત્યંત ક્રોધિત થયેલા ક્રૂર રાવણે તેમને કાઢી મૂક્યા છે. તેથી તે રામચંદ્રજીના શરણમાં આવ્યા છે.’' રામની પાસે આવતાં જ બિભીષણ રામચંદ્રજીના ચરણોમાં નતમસ્તક થયા. રામચંદ્રજીએ તેમને આવકાર આપ્યો. બિભીષણે કહ્યું- “પોતાના અન્યાયી ભ્રાતાનો ત્યાગ કરીને હું આપના શરણમાં આવ્યો છું. ભક્ત સુગ્રીવની જેમ હું પણ આપનો આજ્ઞાકારી સેવક બનવા ઇચ્છુ છું.’’ રામચંદ્રજીએ તેમને કહ્યું – “યુદ્ધમાં વિજયી થયા પછી લંકાપુરીની લગામ આપે જ સંભાળવી પડશે.'' - 21 રાક્ષસ સુભટોના વિનાશને જોઈને રાવણ ક્રોધપૂર્વક યુદ્ધ કરવા લાગ્યો. રામચંદ્રજીની સેનાના સુભટો રાવણ સામે યુદ્ધ કરતાં કરતાં થાકી ગયા. ત્યારે રામચંદ્રજી રાવણની સામે જવા લાગ્યા, પરંતુ તેમને રોકીને બિભીષણ રાવણની સામે આવ્યા. તેની સામે યુદ્ધ આરંભ થતાં જ રાવણ બોલ્યો– ‘વાહ રે વીર ! દશરથનંદન રામે આત્મરક્ષા માટે શું તને મારી સામે મોકલ્યો છે ? તું રાજદ્રોહી હોવાથી વધ્ય છે, પરંતુ તું મારો સહોદર છે, આજે પણ મારા મનમાં તારા પ્રત્યે પ્રેમ તથા વાત્સલ્યભાવ જીવિત છે, તેથી હું તારો વધ નહિ કરું. કુંભકર્ણ, ઇન્દ્રજિત્ ઇત્યાદિ રાક્ષસ સુભટોને શત્રુઓએ ઘેરી લીધા છે. પરંતુ તે કાયર રામલક્ષ્મણ માટે મારું એક જ બાણ પર્યાપ્ત થશે. આજે હું એ બંનેનો વધ અવશ્ય કરીશ, તેથી કુંભકર્ણાદિ વીર મુક્ત થઈ શકે.’' બિભીષણે કહ્યું– “રામ આપની સાથે યુદ્ધ કરવા માટે જ આવી રહ્યા હતા, પરંતુ મેં એમને રોકી લીધા, કેમ કે હું ફરી એકવાર આપને મળું તથા આ યુદ્ધની વ્યર્થતા આપની સમક્ષ પ્રગટ કરું, એવી મારી ઈચ્છા છે. હજી પણ સમય છે. આપ સીતાજીને મુક્ત કરી દો. મને ન તો મૃત્યુનો ભય છે, ન રાજ્યની લાલસા છે. હું અન્યાય અને Jain Education International 6 હંસસ્ક્રીપમાં એક સપ્તાહ રહીને રામ સેના સહિત ત્યાંથી લંકા જવા માટે રવાના થયા. તેઓ લંકાની સીમા પર પહોંચ્યા. બંને સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થયું. રામના સુભટ નલે હસ્તને, નીલે પ્રહસ્તને, તથા હનુમાનજીએ વજોદરને મારી નાંખ્યા. યુદ્ધમાં અનેક સુભટો યમરાજના શિકાર બની ગયા. પછી કુંભકર્ણ અને સુગ્રીવ યુદ્ધભૂમિમાં આવ્યા. સુગ્રીવે કુંભકર્ણને ઉપાડીને ભોંયપર પછાડ્યો. ત્યારે રાવણે યુદ્ધમાં પ્રવેશ કર્યો. પરંતુ ઇન્દ્રજિત્ એમને રોકીને તે પોતે સુગ્રીવની સાથે લડવા લાગ્યો મેઘવાહન ભામંડલની સાથે લડી રહ્યો હતો. ઇન્દ્રજિત્ તથા મેઘવાહન સુગ્રીવ અને ભામંડલને નાગપાશમાં બાંધવા લાગ્યા. રામે મહાલોચન દેવનું સ્મરણ કર્યું. દેવે પ્રસન્ન થઈને રામને સિંહનિનાદ શક્તિ, મુસળ તથા રથ પ્રદાન કર્યો. લક્ષ્મણને ગારુડી વિદ્યા તથા રથ આપ્યો. લક્ષ્મણને ગારુડી વિદ્યાથી યુક્ત જોઈને જ સુગ્રીવ તથા ભામંડલ નાગપાશથી મુક્ત થઈ ગયા. રામની સેનામાં ઉત્સાહનું વાતાવરણ ફેલાણું. આ યુદ્ધમાં તેઓએ કુંભકર્ણ, ઇન્દ્રજિત્ અને મેઘવાહનને બંદી બનાવી દીધા. લક્ષ્મણ ઘાયલ અપકીર્તિથી બચવા માટે રામના પક્ષમાં ગયો છું. આપ મારા ભાઈ છો, તેથી મારા માટે સદા પૂજનીય છો. જ્યેષ્ઠ ભ્રાતાની હત્યાના સાક્ષી બનવાની મારી ઇચ્છા નથી. જો આપ આ ક્ષણે સીતાને મુક્ત કરતા હો, તો હું આ જ ક્ષણે આપની પાસે આવીને આપનો દાસ બનીને શેષ જીવન વ્યતીત કરીશ. આપને આ વાત કહેવા માટે જ આ સ્થાન પર ઉપસ્થિત થયો છું, અન્ય કોઈ કારણ માટે નહિ.’’ અતિ ક્રોધના કારણે રાવણની વિવેકબુદ્ધિ ક્ષીણ થઈ ચૂકી હતી. તેણે ક્રોધસહિત ધનુષ્ય ટંકાર કર્યો અને બિભીષણની સાથે યુદ્ધનો આરંભ કર્યો. તે રાક્ષસ સહોદરોના પ્રહારોથી ધરતી ધ્રૂજવા લાગી. હવે રાવણે ધરણેન્દ્ર દ્વારા આપવામાં આવેલી અમોઘવિજયા નામની વિદ્યાશક્તિને ધારણ કરી બિભીષણ ઉપર છોડવાની શરૂઆત કરી. ધ-ધક્ શબ્દોની સાથે પ્રજ્વલિત થયેલી તે શક્તિ દવાગ્નિ જેવી ભીષણ હતી. ત-ત ્ અવાજ કરતી આ શક્તિની અગ્નિશિખાઓ જાણે કે ત્રિભુવનને સ્વાહા કરવા તલપાપડ થઈ રહી હતી. એકવાર રાવણ અષ્ટાપદતીર્થ પર ભક્તિ કરી રહ્યા હતા. અચાનક તેની વીણાનો તાર તૂટી ગયો. ત્યારે તેઓએ પોતાના હાથની નસ તેમાં લગાડી દીધી હતી. ધરણેન્દ્રદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને આ અમોઘવિજયા વિદ્યા ભેટ આપી હતી. For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy