SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 66. નાંખો” કહેતો રહ્યો, પરંતુ હનુમાનજીનું રોદ્ર સ્વરૂપ જોઈને કોઈપણ રાક્ષસસૈનિક તેમની નજીક આવવાનું સાહસ ન કરી શક્યો. પાદપ્રહાર કરીને લંકાના સુંદર પ્રાસાદ, હવેલીઓ, ઝરૂખાઓને પણ ખેદાનમેદાન કરી નાંખી હનુમાનજી કિષ્કિધાપુરી પહોંચ્યા. રામને પ્રણામ કરી તેમને સીતાજીનો ચૂડામણિ અર્પણ કર્યો. તે જોતાં જ રામચંદ્રજીનો કંઠ ગદુ-ગટુ થઈ ગયો, જાણે કે સાક્ષાત્ સીતાજી તેમની સામે ઉભાં હોય. રામ વારંવાર ચૂડામણિને પોતાની છાતીએ ચાંપી રહ્યા હતા. તેમણે હનુમાનજીને પુત્રની સમાન આલિંગન કરી માથે હાથ ફેરવ્યો. ત્યાર પછી હનુમાનજીએ પોતાનો લંકાયાત્રાનો રોચક અને રોમાંચિત અનુભવ બધાને સંભળાવ્યો. યુદ્ધ પ્રારંભ પિતાશ્રીનું અપમાન કરવાવાળા તમે શું કરવા માંગો છો? આની પહેલાં પણ તમે અસત્ય બોલીને પિતાશ્રીને ફસાવ્યા હતા. હવે રામચંદ્રજી તથા અનેક સુભટો લંકાવિજય માટે રવાના થઈ ગયા. રસ્તામાં વેલંધર નગર આવ્યું. ત્યાંના રાજા સમુદ્ર તથા સેતુને સાથે લઈ રામચંદ્રજી સુવેલગિરિ આવ્યા. ત્યાંના શાસક હંસરથ રાજાનો પરાભવ કરીને ત્યાં જ રામચંદ્રજીએ પોતાનો અસ્થાયી આવાસ બનાવ્યો. ધીરે ધીરે તેઓ લંકાની નજીક આવી પહોંચ્યા છે, એમ જાણીને હસ્ત, પ્રહસ્ત, મારીચ, સારણ આદિ રાવણના સુભટો યુદ્ધ માટે સજ્જ થઈ ગયા. રાવણે શંખનાદ કર્યો. રણશિંગુ ફૂંકાવા લાગ્યું. બિભીષણે શિષ્ટાચાર કરવાનો અંતિમ પ્રયાસ પ્રારંભ કર્યો. તે રાવણની સમક્ષ જઈને કહેવા લાગ્યા- “હે ભ્રાતાશ્રી ! પરસ્ત્રીનું અપહરણ ધાર્મિક તેમજ સામાજિક નીતિનિયમોથી વિપરીત છે. આ નીચલી કક્ષાનું કૃત્ય આ જન્મમાં કુળનો વિનાશ કરશે અને પરલોકમાં દુર્ગતિની પરંપરા ચલાવશે. રામ પોતાની પત્નીને લેવા માટે સૈન્ય સહિત પધાર્યા છે. તેમનું સ્વાગત કરો, આતિથ્ય કરો તથા સન્માનસહિત તેમને સીતા સોંપી દો. જો તમે સન્માન સહિત સીતાજીને આપશો, તો અનર્થ ટળી જશે. પરંતુ જો પોતાની રાજહઠ પર અક્કડ રહેશો, તો પ્રલય થશે. આપણા કુળનો વિનાશ થઈ જશે. તમે તો ભરી સભામાં દશરથ તથા જનકનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શું થયું આપની પ્રતિજ્ઞાનું? કેમ પૂર્ણ ન થઈ આપની પ્રતિજ્ઞા ? અરે ! આપ એટલા બુદ્ધિહીન છો કે મૂર્તિ તથા માનવની વચ્ચે અંતર પણ પારખી ન શક્યા. આપ ગયા તો હતા દશરથની હત્યા કરવા અને કરી કોની હત્યા? મૂર્તિની.... અહીંયા અસત્ય બોલીને અમને ફસાવ્યા. અત્યારે આપ મારા વીર પિતાશ્રીના મનમાં રામનો ભય પેદા કરવાની ચેષ્ટા કરી રહ્યા છો? હું તો માનું છું કે આપ રામના પક્ષમાં છો, કદાચિત્ આપ રામના ગુપ્તચર પણ હોઈ શકો. મંત્રણા કરવાનો આપને કોઈ અધિકાર નથી. મંત્રણા તો આપ્ત મંત્રીઓની સાથે સ્વરાજની સુરક્ષા તથા શુભકામના માટે કરવામાં આવે છે. આપના જેવા આપ્તથી તો શત્રુ સારા.” બિભીષણે કહ્યું- “હે વત્સ ઇન્દ્રજિત્ ! હું તો શત્રુના પક્ષમાં નથી, પરંતુ પુત્રના રૂપમાં તું જ શત્રુ છે. તારા પિતાશ્રી કામાંધ તો છે જ, પરંતુ તેમને પોતાના બળ અને ઐશ્વર્યનું મિથ્યા અભિમાન પણ છે. તેમનું સમર્થન કરવાવાળો તું કુળવિનાશ માટે ઉત્તરદાયી બનીશ. તું હજી બાળક છે. તું શું જાણે કે તું કેટલા મોટા વિનાશને નિમંત્રણ આપી રહ્યો છે?” પછી તેણે રાવણને કહ્યું- “તમારા દુષ્ટચરિત્રના કારણે તમારું તો પતન થશે, પણ સાથે-સાથે તમારા પુત્રનું પણ પતન થશે.” એ સાંભળતાં જ રાવણનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. તેણે પોતાનું ખલ્ગ ઉપાડ્યું, બિભીષણ પણ ભ્રમર ચડાવી હાથમાં એક સ્તંભ લઈને પોતાની રક્ષા કરવા માટે ઉભા થઈ ગયા. પરંતુ કુંભકર્ણ તથા ઇન્દ્રજિતે વચ્ચે પડીને બંનેને શાંત કર્યા. ત્યારે રાવણે કહ્યું- “અરે ! કૂતરાઓ પણ પોતાના અન્નદાતાના ઉપકારોને નથી ભૂલતા, અને સદા તેમને વિદ્યાધર સાહસગતિ તથા ખરનો નાશ કરવાવાળા લક્ષ્મણ લંકામાં શું ન કરી શકે ? તેનો ક્યારેય વિચાર કર્યો છે આપે? હનુમાનજી તો રામના સાધારણ સેવક છે. પરંતુ શું તેનો પ્રભાવ તથા પ્રકોપ તમે જોયો નથી ? તમે ઈન્દ્રરાજાથી અધિક ધનવાન છો, પરંતુ તમારી લંપટતાના કારણે આ બધાનો વ્યય થઈ જશે.” રાવણ કંઈ કહે, તે પહેલાં ઇન્દ્રજિત્ કહેવા લાગ્યો‘કાકાશ્રી ! આપ તો જન્મથી જ ભીરુ તથા કાયર છો. તમારા કારણે જ અમારું કુળ દૂષિત થયું છે. શું આપ વાસ્તવમાં ચંડપરાક્રમી રાવણના અનુજ છો ? ઇન્દ્રરાજાને પરાજિત કરીને તેના રાજ્યને જીતનાર મારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy