SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ છે. રાવણ પોતાની જાતને ચારે બાજુ સૌને જીતી લેનારો ગણે છે. બીજા કોઈને પરાક્રમી માનતો નથી. તેથી હવે હું તેને રામચંદ્રજીના માત્ર એક સેવકનું પરાક્રમ કેવું હોય, તે બતાવતો જાઉં?'' સીતાજીએ આપેલ ચૂડામણિ લઈને ધરતીને ધ્રુજાવતાં ધ્રુજાવતાં તે ત્યાંથી રવાના થયા. को वीरस्य मनस्विनः स्वविषयः को वा विदेशस्तथा। यं देशं श्रयते तमेव कुरुते बाहुप्रतापार्जितम्। यदंष्ट्रानखलांगुलप्रहरणः सिंहो वनं गाहते। तस्मिन्नैव हत द्विपेन्द्ररुधिरैस्तृष्णां छिनत्त्यात्मनः ।। દેવરમણ ઉદ્યાનમાં ભાંગફોડ પછી વનના હાથીની જેમ તેમણે દેવરમણ ઉદ્યાનમાં તોડ ફોડ શરૂ કરી. અશોક વૃક્ષ, બકુલ વૃક્ષ, આંબાના વૃક્ષ, મંદારવૃક્ષ, કદલીવૃક્ષ વગેરે અનેક ઝાડોને ઉખેડી ઉખેડીને વેરણ છેરણ કરીને તેમણે દેવરમણ ઉદ્યાનમાં હાહાકાર મચાવી દીધો. રાડારાડ સાંભળીને રાવણના રાક્ષસ ચોકીદારો ત્યાં આવી પહોંચ્યા. તેમના હાથમાં મુગર હતાં. જ્યારે તે રાક્ષસો હનુમાનજીના શરીર ઉપર પ્રહાર કરવા લાગ્યા, ત્યારે હનુમાનજીએ મૂળ સાથે ઉખાડેલ વૃક્ષોથી રાક્ષસો ઉપર વળતો પ્રહાર કર્યો. પરાક્રમી માણસ ભલે શસ્ત્ર વગરનો હોય, એકલો હોય કે આપત્તિઓથી ઘેરાઈ ગયેલો હોય, છતાં તે કદાપિ ગભરાતો નથી. કેટલાક રાક્ષસ સુભટોએ રાવણ સમક્ષ જઈને તેને બધી હકીકત જણાવી. ત્યારે રાવણે હનુમાનજીને મારી નાંખવાનો પોતાના પુત્ર અક્ષયકુમારને હુકમ આપ્યો. બંને વચ્ચે ધમસાણ થયું. છેવટે અક્ષયકુમારને હનુમાનજીએ પશુની જેમ હણી નાંખ્યો. પછી તેનો બદલો લેવા ક્રોધિત થયેલો તેનો નાનો ભાઈ ઇન્દ્રજિતુ પણ ત્યાં આવ્યો. તેનાં બધાં શસ્ત્રો અને આયુધો હનુમાનજીની વજ જેવી કાયા આગળ નકામા ગયાં. અંતમાં ક્રોધાવેશમાં આવીને તેણે હનુમાનજી ઉપર નાગપાશનો પ્રયોગ કર્યો. કાંઈક કૌતુક બતાવવાના આશયથી હનુમાનજી તે નાગપાશમાં જાણી જોઈને બંધાઈ ગયા. પછી સૈનિકો તેમને રાવણ પાસે પકડીને લઈ ગયા. રાવણે કહ્યું- “હે મૂરખ ! શું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? રામ અને લક્ષ્મણ તો ફળાહારી, મલિન વસ્ત્રધારી અને કુટિરનિવાસી છે. તે બંને તારા પર પ્રસન્ન થાય, તો પણ શું તને લક્ષ્મી આપશે? મંદબુદ્ધિ હનુમાન!તેમના વચનો સાંભળીને તું કેમ તારા પ્રાણ ગુમાવવા તૈયાર થઈ ગયો? તું મારો સેવક છે અને શત્રુનો દૂત છે, તેથી તું અવધ્યા છે.” હનુમાનજીએ કહ્યું- “હું તમારો સેવક ક્યારે હતો? તમે મારા સ્વામી ક્યારથી છો ? તમારી આવશ્યકતાન્સાર તમે અમને બોલાવતા હતા. તેથી અમે તમારી સહાય કરતા હતા. મારા પિતા પવનંજયે તમને તથા તમારા બનેવી ખરને વરુણના બંધનમાંથી છોડાવ્યા હતા. વરુણના પુત્રોના ક્રોધથી મેં જ તમારી રક્ષા કરી હતી. પરંતુ હવે તમે સહાયતા માટે યોગ્ય નથી, કારણ કે તમે પરસ્ત્રી અપહરણનું પાપ કર્યું છે. તમારી સાથે વાત કરવી પણ મારા માટે પાપ છે. શું તમારા પરિવારમાં એવી કોઈ વ્યક્તિ છે, જે તમને પરાક્રમી લક્ષ્મણથી બચાવી શકે ? રામની વાત તો દૂર રહી.” આ સાંભળીને ક્રોધથી ધ્રૂજતાં રાવણે ગર્જના કરી એક તો તું અમારા શત્રુપક્ષમાં ગયો છે, તેથી તું પણ અમારો શત્રુ છે, જો કે દૂતને મારી શકાતો નથી. પરંતુ અનુચિત બોલવાવાળા દૂતને દંડ જરૂર દઈ શકાય છે. તે અધમ પુરુષ ! તને તો ગધેડા પર બેસાડીને લંકાની ગલીઓમાં ભમાડવામાં આવશે.' ક્રોધથી કોપાયમાન થયેલા હનુમાનજીએ કમળની દાંડીની જેમ નાગપાશતોડી નાંખી વિદ્યુતગતિથી રાવણના મુગટ પર પગથી પ્રહાર કરીને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. અતિક્રોધથી કંપતો રાવણ, “આ અધમને પકડો... પકડો... મારી Jain Ercer leeridional For personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy