SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધોવૃત્તાંત સાંભળીને રાજી રાજી થયેલી સીતાજીએ હનુમાનજીના ઘણા આગ્રહને માન આપીને પોતાના એકવીસ દિવસના ઉપવાસનું પારણું કર્યું. તેમણે હનુમાનજીને કહ્યું- “આ મારો ચૂડામણિ જે મારા પતિદેવે મંગાવેલ છે, તે લઈને આપ અહીંથી તત્કાળ રવાના થઈ જાઓ, નહિતર અહીં ઘણી ધાંધલ ધમાલ થવાની શક્યતા રહેલી છે.” હનુમાનજીએ મલકાતાં મલકાતાં કહ્યું- “માતાજી ! વહાલ વશ થઈ આપ ” આ પ્રમાણે કહી રહ્યા છો. હકીકતમાં ત્રણ જગતને જીતનાર રામ અને લક્ષ્મણનો હું સેવક છું. રાવણની આખી સેના મારી સામે એક તણખલા જેવી છે. અગર જો આપ મને આજ્ઞા કરો, તો હું રાવણ અને તેની આખી સેનાને હરાવીને આપને મારા ખભા ઉપર બેસાડીને મારા સ્વામી પાસે લઈ જાઉં ?” સીતાજીએ કહ્યું- “વત્સ! તું જે કહે છે, તે બરાબર છે. પણ ઇચ્છાપૂર્વક પરપુરુષનો સ્પર્શ સતી સ્ત્રી માટે વ્યાજબી નથી. તેથી આપ જલ્દી દશરથપુત્ર તરફ પ્રયાણ કરો, કે જેથી તેઓ તેમનો પ્રયત્ન શરૂ કરી દે.’ હનુમાનજીએ કહ્યું- ‘આપની આજ્ઞા મારા માટે શિરોમાન્ય છે. પણ હજુ મને આ મૂરખ રાક્ષસવંશીઓને, જતાં જતાં મારા બળનું સામર્થ્ય બતાવીને જવાની ભાવના ક્રોધથી લાલચોળ બનેલી સીતાએ જણાવ્યું - “હે પાપિષ્ઠ કાળમુખી ! તારા પતિનું મોંઢું જોવું તો પાપ છે, પણ તારું આવું કદરૂપુ મોં જોવું, એ તેથી પણ વધુ ભયંકર મહાપાપ છે. તું અહીંથી ચાલી જા. અલ્પ દિવસોમાં જ તું મને મારા પતિ દશરથનંદન પાસે જોઈશ. તારા નણંદોઈ ખરની જે હાલત થઈ હતી, તે હાલત હવે તારા પતિની થવાની છે. તારા પતિના ગળામાં જમરાજાનો ફાંસો બાંધવા હવે મારા દિયરલક્ષ્મણ તત્કાળ આવી રહ્યા છે.’ આ રીતે સીતાથી હડધૂત કરાયેલી મંદોદરી ત્યાંથી ઉભી થઈને પોતાના મહેલ તરફ જવા લાગી. ત્યાર બાદ હનુમાનજી સીતાની સામે દૃશ્યમાન થયા. બંને હાથ જોડીને સ્થિર ઉભા રહી બોલ્યા- “હે દેવી ! હું રામચંદ્રજીનો સેવક હનુમાન છું. રામચંદ્રજી અને તેમના નાના ભાઈ લક્ષ્મણજી બંને સુખરૂપ છે. પણ રામચંદ્રજીની હાલત આપના વિયોગના કારણે ઘણી નાજુક છે. રામચંદ્રજીની આજ્ઞાથી હું તેમના હાથની વીંટી લઈને આપની શોધખોળ કરતો કરતો અહીં સુધી આવ્યો છું. હું હવે જલદી જલ્દી અહીંથી પાછો ત્યાં જઈશ. પછી રામચંદ્રજી અને લક્ષ્મણજી સેના સાથે શત્રુઓનો વિનાશ કરવા અહીં પધારશે.” આ સમાચાર સાંભળતાં જ સીતાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા- “હે મહાબલી ! આપ કોણ છો ? આટલો અથાગ મહાસાગર આપે કેવી રીતે ઓળંગ્યો ? લક્ષ્મણ અને મારા પ્રાણનાથ હવે ક્યાં છે? આપે તેમને ક્યાં અને ક્યારે જોયા હતા ? તેઓ તેમનો સમય કેવી રીતે પસાર કરે છે ?” હનુમાનજીએ શાંતિથી તેમને જવાબ આપ્યો- “હું પવનંજય અને અંજનાસુંદરીનો પુત્ર છું. ગગનગામી વિદ્યાના પ્રયોગથી હું મોટો મહાસાગર ઓળંગી શક્યો છું. કિષ્કિલાનગરીમાં લક્ષ્મણ સાથે આપના પતિદેવ રહેલા છે. પોતાની માતાથી વિખૂટા પડેલા ગાયના વાછરડાની જેમ લક્ષ્મણજી આપના વિયોગથી પીડાઈ રહ્યા છે. રામચંદ્રજી આખો દિવસ આકાશ તરફ તાકી રહેલા હોય છે. તેમના હૃદયમાં લેશમાત્ર પણ નિરાંત કે સુખચેનની લાગણી દેખાતી નથી. આપનો ભાઈ ભામંડલ અને પાતાલલંકાનોઅધિપતિ વિરાધ પોતપોતાની સેનાઓ સાથે રામચંદ્રજીની પડખે છે. કિષ્કિધાધિપતિ સુગ્રીવની પ્રેરણાથી રામચંદ્રજીએ મને તેમની વીંટી આપીને અહીંયા મોકલેલ છે અને આપનો ચૂડામણિ મંગાવેલ છે. ચૂડામણિ જોઈને તેમને એ વાતની ખાત્રી થઈ જશે કે હું આપને મળ્યો હતો.” PILIPSO Jain Education International C a se Only
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy