SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ લંકાસુંદરી સાથે હનુમાનજીનું યુદ્ધ લંકાના રક્ષણ માટે કિલ્લો બનાવ્યો હતો. માટીના ઘલાની માફક હનુમાનજીએ પળવારમાં તોડી ફોડીને તેનો ભૂક્કો બોલાવી દીધો. કિલ્લો તૂટવાના અવાજથી કિલ્લાના રક્ષક વજમુખે ક્રોધથી હનુમાનજી ઉપર હુમલો કર્યો. હનુમાને તેને એક પલકારામાં મારી નાંખ્યો. વજમુખની પુત્રી લંકાસુંદરી પોતાના પિતાના મરણથી ઘણી કોપાયમાન થઈ. તેણે હનુમાનજી ઉપર હુમલો કર્યો તથા તેના શરીર ઉપર ઘણા ગદાના પ્રહાર કર્યા. હનુમાનજીએ એક ગદાના પ્રહારથી તેના હથિયારોના ચૂરેચૂરા કરી નાંખ્યા. અચાનક તે લંકાસુંદરીના ગુસ્સાએ શરમનું સ્થાન લીધું. તેણે હનુમાનજીને પૂછ્યું- “હે વીર ! આપ કોણ છો? મારા પિતાના મરણથી હું નકામી ક્રોધે ભરાઈ, કારણ કે મને એક મુનિરાજે કહેલું કે તારા પિતાને મારનારો તારો પતિ બનશે. માટે હે નાથ ! મારા ભાગ્યોદયથી આપ મને મળ્યા છો. હનુમાનજીએ સન્માનપૂર્વક તેની સાથે ગાંધર્વવિવાહ કર્યો. એટલામાં સૂર્યાસ્ત થયો. હનુમાનજી લંકા તરફ જવા રવાના થયા. - બિભીષણના મહેલમાં હનુમાનજી સૂર્યોદય થતાં તેમણે લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં સૌથી પહેલા તે બિભીષણના મહેલમાં ગયા. બિભીષણે તેમને જોતાં જ આદર સત્કાર કર્યો અને માનપૂર્વક તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું – “આપના વડીલ બંધુએ સતી સીતાજીનું અપહરણ કરેલ છે. તેથી આપને મારો આગ્રહ છે કે આપ આપના ભાઈને સમજાવો. - - • ... •. • રાજલ [STER RE bb69056 EEK . *". • : S80 ઇgU75 ancionatore o f & PrWate Use Only
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy