SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ વરસ જેવો જઈ રહ્યો છે. અહીં તમે આનંદ-પ્રમોદથી સુખ ભોગવી રહ્યા છો ! શું તમે પહેલાં સીતાની શોધ કરવાના કામમાં સાથ આપવાનું વચન નહોતું આપ્યું ? શું તમારી યાદશક્તિ બહેર મારી ગઈ છે? હમણાં જ ઉભા થાઓ અને મારી સાથે ચાલો, નહિતર તમારી હાલત પણ પેલા સાહસગતિ વિદ્યાધર જેવી કરીને પરલોક યાત્રાએ મોકલી દઈશ.' આ સાંભળતાં સુગ્રીવ લક્ષ્મણના પગે પડ્યા અને માફી માંગી. તાબડતોબ તેના સૈનિકોને સીતાની શોધખોળ કરવા આજ્ઞા આપી. તેઓ દ્વીપ, સાગર, પર્વત અને જમીનની અંદર સીતાની તપાસ કરવા નીકળી પડ્યા. સુગ્રીવ પોતે કંબુદ્વીપ પહોંચ્યો. દૂરથી સુગ્રીવને આવતો જોઈને રત્નજીએ વિચાર કર્યો કે શું રાવણે મારી વિદ્યાઓનું હરણ કરી લીધા પછી હવે મને મારી નાંખવા માટે સુગ્રીવને મોકલ્યો હશે? રત્નજટીના આવા ભયનું કારણ એ હતું કે પહેલાં સુગ્રીવ રાવણના પક્ષમાં હતો. - ક્ષણવારમાં સુગ્રીવ તેની નજીક આવ્યો અને કહ્યું- “મને આવતો જોઈને આવકાર આપવા તું ઉઠીને સામો કેમ ન આવ્યો ? ગગનગામી વિદ્યાનો જાણકાર એવો તું આળસુ કેમ બની ગયો છે ?” તેના જવાબમાં રત્નજીએ કહ્યું – “હું નથી આળસનો શિકાર બન્યો કે નથી મારા અતિથિ ધર્મથી ચૂક્યો. પણ રામની પત્ની સીતાનું અપહરણ કરીને જ્યારે રાવણ પુષ્પક વિમાનમાં લંકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે સીતાને મુક્ત કરાવવા મેં રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. તેમાં રાવણે મારી બધી વિદ્યાઓ પડાવી લીધી. ત્યારથી મારા ઉપર ભય અને દુ:ખનું વાદળ ઘેરાયેલું છે. આવા ભયથી મને કેવી રીતે છુટકારો મળે, તેવા વિચારોથી હું સતત ત્રાસ અનુભવું છું. તે કારણથી જ હું આપને જોઈને, ઉઠીને સામે ન આવ્યો, તે બદલ હું ક્ષમા યાચું છું.” સુગ્રીવ રત્નજીને રામની પાસે લાવ્યો. ઉદાર મનવાળા સુગ્રીવે રત્નજટીને ક્ષમા આપી. પછી તત્કાળ બન્ને જણા રામ પાસે આવ્યા. રત્નજટીએ રામને પ્રણામ કર્યા અને સીતાના અપહરણની બધી હકીકત કહી. રામ તેને આનંદપૂર્વક ભેટ્યા. રામે સીતાજીના મનની હાલત જાણવા રત્નજદીને વારંવાર પ્રશ્નો પૂછ્યા. તેણે પણ સીતાજીના ક્રોધ, હતાશા અને આકંદનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. સીતાજીના અપહરણના સમાચાર મળતાં જ સીતાનો ભાઈ ભામંડલ તેમજ પાતાળલંકાનો અધિપતિ વિરાધ પોતપોતાની સેનાઓ લઈને રામચંદ્રજીની પાસે આવી પહોંચ્યા. રામે સુગ્રીવ, ભામંડલ વગેરેને પૂછ્યું- “રાક્ષસ રાવણની લંકાપુરી અહીંથી કેટલી દૂર છે ?” સૈનિકોએ વળતા જવાબમાં કહ્યું કે- “લંકા નજીક હોય કે દૂર, તેથી કાંઈ આપણું કામ પતવાનું નથી. કારણ કે મહાબળવાન અને માયાવી રાવણની સામે આપણે બધા તણખલા જેવા છીએ. આપણામાંથી કોઈ પણ રાવણને હરાવવા સમર્થ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy