SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 57 હકીકતને અપનાવવા માટે તૈયાર થતો નથી. તેથી જ્ઞાનીએ ભાખેલ ભવિષ્ય મુજબ આપણા વંશનો નાશ હવે નિશ્ચિત છે. પણ આપણે હાલની પરિસ્થિતિમાં જો સાચો પુરુષાર્થ કરીએ, તો આપણા વંશનો વિનાશ થતો ટળી શકે તેમ છે.” આ પ્રમાણે વિચાર વિનીમય કરીને બિભીષણેલંકાના કિલ્લા ઉપરલડાઈની સાધન-સામગ્રી મૂકાવી દીધી. 19 સીતાને હનુમાનનો સાક્ષાત્કાર રામની પાસે સુગ્રીવ. આ તરફ સીતાનો વિરહ સહેવો રામ માટે ઘણો કઠિન બની ગયો. લક્ષ્મણ સુગ્રીવના મહેલે જઈને તેને ધમકાવવા લાગ્યા- “પોતાનું કામ કરાવીને હવે તમે બેફિકર થઈ બેસી ગયા છો. ત્યાં ઝાડની નીચે બેઠા બેઠા રામને વિયોગનો એક રાવણ દ્વારા કરાયેલા ભયાનક ઉપસર્ગોની બધી માહિતી જાણ્યા પછી બિભીષણસૂર્યોદયથતાંજ સીતાપાસે આવીને વિનયપૂર્વક બોલ્યાહેસુશીલઆર્યનારી! આપકોણછો? કોની ભાર્યાછો? ક્યાંથી આપનું અહીં આવવાનું થયું ? આપને અહીં કોણ લઈ આવ્યું? આપ કોઈ પણ શંકા રાખ્યા વગર મને બધી વાત જણાવો. હું પરસ્ત્રી માટે ભાઈ સમાન છું.’’ આવી બધી વાતો સાંભળીને સીતાજીએ પોતાના બાળપણથી લઈ પોતાના અપહરણ સુધીનોબધોવૃત્તાંતસંભળાવ્યો. ત્યારપછી બિભીષણે રાવણ પાસે જઈને કહ્યું- “બંધુ!નિશ્ચિતહવે આપણાકુળનોનાશજણાય છે. શું આપ પેલા નિમિત્તજ્ઞની કહેલી વાત ભૂલી ગયા ? તેણે આપનું ભવિષ્ય ભાખ્યું હતું કે- ‘દશરથરાજાઅનેજનકરાજાનાબાળકો આપના મૃત્યુનું કારણ બનશે ?'' રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે અહીં આવીને લંકાનો નાશ કરી નાંખે, તે પહેલાં આપ સીતાજીને સન્માનપૂર્વક રામને પાછી સોંપી દો.” આથી ક્રોધે ભરાયેલા રાવણે કહ્યું- “હે બાયલા! શું તુંહજી મારા બાવડાના બળથી અનેવીરતાથી અજાણ છે? હું સામ, દામ, દંડ અને ભેદનીરીતો અજમાવીને સીતાને મારી પત્ની બનાવીને જ જંપીશ. અહીંલંકામાં આવનારારામ અને લક્ષ્મણનેતોહુંયમસદને પહોંચાડી દઈશ.' બિભીષણે કહ્યું- “વિધિની અકળ કળા છે. નહિતર જે દશરથ રાજાનો મેં વધ કર્યો હતો, તે હજી જીવતો કેમ રહે? આ સત્ય ઘટના છે. શું તેનો નિષેધ કરી શકાય તેમ છે ? જે બનવાનું હોય તે કોઈથી ટાળી શકાતું નથી. એ એક અચલ નિયમ છે. આપ આપનો નાશ તો કરશો જ, પરંતુ ભવિષ્યમાં થનારી પેઢીઓ પણ કાયમને માટે નિંદાપાત્ર બનશે. તેથી આપ મારી આ વિનંતિ ઉપર જરૂર વિચાર કરજો.” | બિભીષણની ભાવનાપૂર્ણ વિનંતિ સાંભળી ન સાંભળી કરી રાવણ તો સીતાને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડી ફરવા માટે નીકળી ગયો. તેણે સીતાને રમતગમતનાં સ્થળો, બાગ-બગીચા-ઉદ્યાન-ઉપવન, ઝરણાં, રત્નના પર્વત, સ્વર્ગલોકથી પણ વધારે આનંદ આપનારાં પ્રમોદનાં સ્થળો બતાવ્યાં. આ બધો રાજ્ય વૈભવ દેખાડવા પાછળ પોતે સીતાને કેટલો ચાહે છે અને તેના બદલામાં સીતા પણ તેને ચાહે, એવી તેની બદ દાનત હતી. પણ સતી સીતાનું મન રાવણ પ્રત્યે લેશ માત્ર પણ આકર્ષિત થયું નહિ. રાવણની કામવાસનાનો અતિરેક જોઈને પોતાના કુળના પ્રધાનોને ભેગા કરી બિભીષણતેમની સાથે વિચાર વિનીમય કરવા લાગ્યા- “હેકુળપ્રધાનો!જેમમિથ્યાષ્ટિ આત્મા સાચા ધર્મને માનવા માટે તૈયાર થતો નથી, તેમ કામવાસનાનો દાસ બનેલો એવો મારો ભાઈ રાવણ સત્ય Jain Education International For Personal & Privaus only
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy