SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International SAKARIYA રામ-લક્ષ્મણવડ ઉપસર્ગોનું નિવારણ સૂર્યાસ્ત પછી અનંગપ્રભ નામનો વ્યંતર દેવ એ સ્થાન પર આવ્યો. તેણે ઉપદ્રવનો આરંભ કર્યો. રામ તથા લક્ષ્મણે તેનો સામનો કર્યો. તેમનું અસહ્ય ક્ષત્રિયતેજ જોઈને તે ત્યાંથી નાસી ગયો. બંને મુનિઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ ત્યાં આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો. વંશસ્થલના રાજા સૂપ્રભ પણ ત્યાં પધાર્યા. તેઓએ રામનો આદર-સત્કાર કર્યો. તે પર્વત પર અરિહંત પ્રભુનું ચૈત્ય બનાવ્યું. ત્યારથી વંશશૈલ્ય પર્વત ‘‘રામગિરિ’’ એ નામથી પ્રસિદ્ધ થયો. રામગિરિથી નીકળીને રામચંદ્રજી, લક્ષ્મણ તથા સીતાએ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. જટાયુ સાથે મિલન ત્રિગુપ્ત મુનિનું રામ વગેરેને પ્રવચન આ ત્રણે જણાએ દંડકારણ્યમાં મહાગિરિની એક ગુફામાં પોતાનું કામચલાઉ રહેઠાણ બનાવ્યું. એક દિવસ ત્રિગુપ્ત અને સુગુપ્ત નામના બે ચારણ મુનિઓ આકાશમાર્ગે માસક્ષમણ તપના પારણા માટે ત્યાં પધાર્યા. રામ, લક્ષ્મણ તથા સીતાએ તેમને વંદન કર્યા. મુનિએ પ્રવચન આપ્યું. પછી ગોચરી વહોરાવીને તેમણે સુપાત્ર દાનનો લાભ લીધો. 16 તે સમયે સ્વર્ગલોકના દેવોએ પ્રસન્ન થઈને રત્નો અને સુગંધી જળની વૃષ્ટિ કરી. તે જ વખતે કંબુદ્વીપના વિદ્યાધરોના રાજા રત્નજટી તથા બે અન્ય દેવોએ પણ પ્રસન્ન થઈ રામને ઘોડાઓ સાથે ઉત્તમ રથ આપ્યો. સુગંધિત જળની વૃષ્ટિથી અકળાઈ ગયેલું એક બીમાર પક્ષી પાસેના ઝાડ ઉપરથી નીચે ઉતર્યું. મુનિના દર્શન થવા માત્રથી તેને તે સમયે જાતિસ્મરણ જ્ઞાન થયું. તે બેભાન થઈને નીચે પડી ગયું. સીતાએ તેના શરીર ઉપર ઠંડા પાણીનો છંટકાવ કર્યો. ભાનમાં આવતાં જ તેણે મુનિઓનો ચરણસ્પર્શ કર્યો. મુનિઓની સ્પર્શ-ઔષધિ નામની લબ્ધિથી તે રોગ મુક્ત થઈ ગયું. તેની પાંખો કંચનવર્ણી અને માથા ઉપર રત્નોના અંકુરા જેવી જટા થઈ ગઈ. આથી તેનું નામ જટાયુ રાખવામાં આવ્યું. રામે મુનિઓને પૂછ્યું- “આવું માંસાહારી પક્ષી For Personal & Private Use Only www.jainellbrary.org P
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy