SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ રામ, લક્ષ્મણ, સીતા ત્યાંથી નીકળીને અનેક ગામ અને નગર વટાવતાં એક મોટા વનમાં આવી પહોંચ્યાં. વર્ષાઋતુનો આરંભ થવાથી એક વિશાળ વટ વૃક્ષની નીચે રોકાઈ ગયાં. ત્યાં ઇભકર્ણ નામનો યક્ષ રહેતો હતો. રામનું રૂપ, તેજસ્વિતા જોઈને તેના મનમાં ભય ઉત્પન્ન થયો. તેથી તે ગોકીર્ણ પક્ષની પાસે પહોંચ્યો. ગોકીર્ણ યક્ષ અવધિજ્ઞાની હતો. તેથી તે આ પુણ્યશાળી અને પરાક્રમી બંધુબેલડીની વિશેષતાઓ તથા તેમનું આગમન જાણતો હતો. વનમાલાને આત્મહત્યાથી મુક્ત કરતા લક્ષ્મણ એટલું કહીને તે ગળામાં ફાંસો નાંખીને લટકવા લાગી. એ પ્રાર્થના સાંભળીને લક્ષ્મણ બોલ્યા- “હે આર્યો ! એવું દુઃસાહસ કરો. શું આપ જાણતા નથી કે આત્મહત્યા મહાપાપ છે. હુંજ તેલક્ષ્મ છે, જેને આપે પસંદ કર્યો છે.” તેઓએ ફાંસો તોડીને રાજપુત્રીને ૬ પરથી નીચે ઉતારી. ગોકીર્ણ યક્ષે વસાવેલી નગરી ગોકીર્ણ યક્ષે પોતાની દેવિક શક્તિનો ઉપયોગ કરીને એક જ રાત્રિમાં અડતાલીસ ગાઉ લાંબી અને છત્રીસ ગાઉ પહોળી એક નગરી વસાવી, અને તેનું નામ ‘રામપુરી” રાખ્યું. ગોકીર્ણ યક્ષની વિનંતી સાંભળીને રામચંદ્રજીએ ત્યાં ચાતુર્માસ વીતાવ્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં ગોકીર્ણ યક્ષે રામને સ્વયંપ્રભ હાર, લક્ષ્મણને રત્નજડિત કુંડળની જોડ તથા સીતાને ચૂડામણિ અને વીણા ભેટ સ્વરૂપે આપ્યા. ચાતુર્માસ પછી તેઓ આગળ ચાલ્યાં. વન પસાર કરતાં ત્રણેય સંધ્યાના સમયે વિજયનગરની સીમાની બહાર આવેલા એક ઉદ્યાનમાં મોટા વૃક્ષની નીચે રહ્યા. તે નગરના રાજા મહીધર અને રાણી ઇન્દ્રાણીની વનમાલા નામે એક પુત્રી હતી. શૈશવકાળથી લક્ષ્મણના રૂપ, ગુણ તથા પરાક્રમની પ્રશંસા સાંભળીને તે મનોમન લક્ષ્મણને પોતાનો પતિ માનવા લાગી. દશરથની દીક્ષા તથા રામ-લક્ષ્મણ અને જાનકીના વનવાસના સમાચાર સાંભળીને રાજા મહીધર દુઃખી થયા. તેથી તેઓએ ચંદ્રનગરના રાજા વૃષભના સુપુત્ર સુરેન્દ્ર સાથે પોતાની કન્યાનું લગ્ન નક્કી કર્યું. આ સાંભળીને વનમાલાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. રાત્રિના સમયે તે રાજ્યની સીમાની બહાર એ જ ઉદ્યાનમાં આવી કે જ્યાં રામ, લક્ષ્મણ અને સીતા આરામ કરી રહ્યાં હતાં. વટવૃક્ષ ઉપર ચડીને એણે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ગળાનો ફાંસો બનાવી તેને વટવૃક્ષની શાખા સાથે બાંધી દીધો. એ સમયે રામ તથા સીતા નિદ્રાધીન હતાં. પરંતુ લક્ષ્મણ જાગી રહ્યા હતા. પ્રાતઃકાળેતેઓએ સંપૂર્ણહકીકતરામચંદ્રજીનેકહી. રાજામહીધર પોતાની પુત્રીને શોધતાં શોધતાં ત્યાં આવી પહોંચ્યા. આગંતુકોને જોઈને તેઓને લાગ્યું કે તે ચોર છે. તેથી તેઓએ રામ-લક્ષ્મણ પર આક્રમણ કર્યું. તેમનું પરાક્રમ જોઈને રાજા સમજી ગયા કે આ બંને કોઈ સામાન્ય યુવક નથી. તેથી તેમણે યુવકોને તેમનો પરિચય પૂછ્યો. જ્યારે તેમને ખબર પડી કે આ યુવાનો રામ અને લક્ષ્મણ છે, ત્યારે તેમણે હાથ જોડીને પોતાની પુત્રીનો સ્વીકાર કરવાનો લક્ષ્મણને અનુરોધ કર્યો. રાજા મહીધરે તેઓને પોતાના મહેલમાં બોલાવીને તેમનું સન્માન કર્યું. થોડાંક દિવસ મહેલમાં રહીને રામે જવા માટે રાજા પાસે રજા માંગી. વનમાલાએ વનદેવતાને પ્રાર્થના કરી- “હે વનદેવતા....! આ જન્મમાં તો હું લક્ષ્મણની પત્ની ન બની શકી, પરંતુ હવે પછીના ભવમાં લક્ષ્મણ જ મારા પતિ થાઓ, એવું મને વરદાન આપો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy