SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 42 આ સાંભળીને લક્ષ્મણ કોપાયમાન થયા. પોતાના દાંત ભીંસીને તેઓ બોલ્યા- “હે મૂરખ ! અત્યારે હું મારા રાજાનો દૂત બનીને તારું સન્માન કરી રહ્યો હતો. પરંતુ તું સન્માનને યોગ્ય નથી. ઉભો થા ! હું તને યુદ્ધ માટે આહ્વાન કરી રહ્યો છું. સાવધાન..!” લક્ષ્મણના આવાનનો સ્વીકાર કરી સિંહોદરે સૈન્ય સહિત તેના પર આક્રમણ કર્યું. લક્ષ્મણ પોતાના બાહુબળથી હસ્તિઓના આલાન સ્તંભને કમલની દાંડીની જેમ ઉખેડી તેનાથી શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. જોતજોતામાં સંપૂર્ણ સેના હતવીર્ય અને હતોત્સાહી બની ગઈ. એક જ છલાંગ મારીને લક્ષ્મણતેના હાથી પર સવાર થઈ ગયા. સિંહોદર રાજાની ગરદનમાં તેનું ઉત્તરીય વસ્ત્ર બાંધીને તેને પશુની જેમ પોતાના ભ્રાતાની સમક્ષ લઈ આવ્યા. રામચંદ્રજીને જોતાં જ સિંહોદરરાજાએ વિનમ્ર બનીને તેમને પ્રણામ કર્યા તથા ક્ષમાયાચના કરી. રામે રાજા વજકર્ણ તથા રાજા સિહોદરની સંધિ કરાવી. રાજા સિહોદરે પોતાનું અડધું રાજ્ય વજકર્ણને આપ્યું. એ પ્રમાણે આ બંધુબેલડીએ નિઃસ્વાર્થભાવથી સાધર્મિક અને ધર્મનિષ્ઠ એવા વજકર્ણને સહાય કરી. વજકર્ષે આઠ કન્યાઓ તથા સિંહોદરે ત્રણસો કન્યાઓ લક્ષ્મણને આપવાનું નક્કી કર્યું. લક્ષ્મણે તેમને આશ્વાસન આપ્યું કે અયોધ્યા પુનરાગમનના સમયે તેઓ ચોક્કસ આ ત્રણસો આઠ (૩૦૮) કન્યાઓનું પાણિગ્રહણ કરશે. ત્યાર પછી તેઓ મલયાચલની દિશામાં આગળ ચાલ્યા. ગોકીર્ણ યક્ષ દ્વારા સેવા www.jar दिल्लीय साकरिया I | 97
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy