SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 22 હવે શું મારી પુત્રીના અપહરણ થયા બાદ જ તેના કાળજે ટાઢક વળશે ? અરે! અદનામાં અદનો માણસ પણ પોતાની પુત્રીનું કન્યાદાન પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે, તો અમને એટલી પણ સ્વતંત્રતા નથી કે અમે પણ અમારી પુત્રીના વિવાહ ધારીએ, તેની સાથે કરી શકીએ ? કદાચ જો રામ ધનુષ્યની પણછ ચઢાવી ન શક્યા, તો સીતાનો પતિ કોઈ બીજો જ બનશે, એ નિશ્ચિત છે.” રામ માટે કોઈ વાત અશક્ય નથી. એ દેવધનુષ્યોને રામ લના ઝાડની એક ડાળખી સમાન ઉપાડી લેશે અને તેના પર પણછ ચઢાવશે. મેં યુદ્ધભૂમિ ઉપર લડતાં રામને જોયા છે. તેથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વિજયશ્રી રામના ગળામાં જ વરમાળા પહેરાવશે.” ત્યારબાદ થોડા સમયમાં જ જનક રાજાએ ભવ્ય મંડપ બંધાવ્યો. મંડપમાં બંને દેવધનુષ્યોની સ્થાપના કરાવી. જનકરાજાએ દેશ વિદેશના મહારાજાઓ અને યુવરાજોને આમંત્રણ મોકલ્યા.તે સૌ મિથિલા પધાર્યા અને મંડપમાં પોતપોતાના નક્કી કરાયેલા સ્થાન ઉપર બિરાજ્યા. આવું સાંભળી જનકરાજાએ રાણીને આશ્વાસન આપ્યું, - “હે પ્રિયે ! તમે કોઈ જાતની ચિંતા ન કરો. આદિનાથ જિનેશ્વરના વંશજ સીતાનો સ્વયંવર - હથી e', દેદીપ્યમાન વસ્ત્રાલંકારોથી શોભતી રાજકુમારી સીતાએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. રામનું સ્મરણ કરીને તેણે બંને દેવધનુષ્યોનું પૂજન અર્ચન કર્યું. કમળની દાંડી જેવા પોતાના બંને હાથમાં વરમાળા ધારણ કરીને લજજાપૂર્ણ તેમજ શાંતિપૂર્વક તે મંડપમાં આવીને ઉભી રહી. સીતાને જોતાવેત ભામંડલની લાલસા ઉત્તેજીત થઈ. નારદજીએ વર્ણવી હતી, તેથી પણ અધિક ગુણી સોંદર્યવાન સીતા છે, એમ તેને લાગ્યું. રાજા જનકે દ્વારપાળ મારફત ઘોષણા કરાવી કે જે કોઈ જવાંમર્દ આ બે દેવધનુષ્યોમાંથી કોઈ પણ એક ધનુષ્યની પણછ ચઢાવશે, તેની સાથે સીતા પાણિગ્રહણ કરી લગ્ન કરશે. આવી ઘોષણા સાંભળતાં જ યુવરાજ, રાજકુમારો વારાફરતી ધનુષ્યની તરફ જવા લાગ્યા. પણ ધનુષ્ય ઉપાડી શકવા કોઈ સમર્થ ન થયા. કારણ કે એ જાજ્વલ્યમાન ધનુષ્ય અગ્નિની વાળાઓથી તેમજ ભયંકર નાગરાજોથી વીંટળાયેલું જણાયું. સીતાને પરણવાની ઈચ્છાવાળા વ્યક્તિઓ હિંમત કરી ધનુષ્યની નજીક જતા તો હતા. પણ શરમના માર્યા મોટું નીચું કરી પોતાના સ્થાન ઉપર પાછા આવીને બેસી જતા. ચંદ્રગતિ રાજા આ બધું જોઈને મનમાં હસી રહ્યા હતા. તેને વિશ્વાસ હતો કે છેવટે સીતા તેમની જ પુત્રવધૂ બનવાની છે. હવે રામ ઉભા થયા અને ધનુષ્યની તરફ ચાલવા લાગ્યા, જનકરાજાના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા, તેઓ વિચાર કરવા લાગ્યા કે કદાચ બીજા રાજાઓની જેમ રામચંદ્રજી પણ ધનુષ્ય ઉપાડવામાં સફળ ન થયા ) ૪ ( તો ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy