SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાવજો સીતાનો સ્વયંવર જ્યારે રામ મંચ ઉપર ચઢ્યા, ત્યારે ત્યાં આગની જ્વાળા કે વિષધર સર્પ કાંઈ જ નહોતું. વાતાવરણમાં એક સન્નાટો છવાઈ ગયો. મંડપમાં બેઠેલા બધા લોકો શાંત બેસી રહ્યા, સ્વર્ગલોકના દેવો તથા પાતાળલોકના નાગ, સર્પ, પન્નગ વગેરે આશ્ચર્યચકિત થઈને આ અભૂતપૂર્વ દૃશ્ય જોઈ રહ્યા. રામે વજાવર્ત ધનુષ્યને એક રમકડાની જેમ ઉપાડ્યું અને તેને લોહપીઠ ઉપર મૂકીને એક નેતરની સોટીની જેમ વાળી તેની ઉપર પણછ ચઢાવી. પણછને એક હાથથી કાન સુધી ખેચીને એવી રીતે છોડી કે તેનાથી ઉત્પન્ન થયેલા ટંકારનો પડઘો સ્વર્ગલોક અને પાતાળલોક સુધી સ્પષ્ટ સંભળાયો. હર્ષોલ્લાસપૂર્વક સીતાએ રામના કંઠમાં વરમાળા પહેરાવી. ત્યાર બાદ રામે ધનુષ્યની પણછ પાછી ઉતારી દીધી. છી રામની આજ્ઞાથી લક્ષ્મણ આગળ આવ્યા અને તેમણે પણ તત્કાળ અર્ણવાવર્ત ધનુષ્ય પર પણછ ચઢાવી. ધનુષ્યનો ટંકાર એટલો તીવ્ર હતો કે ભલભલા મહારથીઓના પગ ધ્રૂજવા લાગ્યા. તે વખતે લક્ષ્મણના પરાક્રમથી પ્રભાવિત થયેલા વિદ્યાધરોએ સૌંદર્યવાન અઢાર વિદ્યાધર કન્યાઓ લક્ષ્મણને પરણાવી. ચંદ્રગતિ, ભામંડલ વગેરે બધા રાજાઓ નિરાશ થઈ પોતપોતાના નગર તરફ પાછા ફર્યા. અહંકાર જ મનુષ્ય માટે દુઃખનું કારણ છે. અહંકારી એવા ચંદ્રગતિ અને ભામંડલનું એવું માનવું હતું કે કોઈ પણ મનુષ્ય તે દિવ્ય ધનુષ્યોને ઉપાડી જ નહિ શકે. તેથી વિજય તેમનો જ થશે. પરંતુ રામ અને લક્ષ્મણ બંનેએ ધનુષ્ય ઉપર પણછ ચઢાવી તેમના અહંકારના ચૂરેચૂરા કરી નાંખ્યા. છેવટે નિરાશ અને હતાશ થઈને તેમને પાછા જવું પડ્યું. જનકરાજાએ અયોધ્યા આમંત્રણ મોકલાવી દશરથ રાજાને બોલાવ્યા. દશરથ રાજા મિથિલા પધાર્યા બાદ રામસીતાના લગ્નની વિધિ મહાન ઉત્સવ પૂર્વક સંપન્ન થઈ. જનકરાજાના ભાઈકનકરાજાએ પણ તેજ શુભ મુહૂર્તમાં તેમની રાણી સુપ્રભાની પુત્રી ભદ્રાનો હાથ દશરથરાજાના ત્રીજા પુત્ર ભરતના હાથમાં સોંપી દીધો. દશરથરાજા તેમજ તેમના બધા મિત્રવર્ગના સભ્યોએ રાજપુત્રો અને પુત્રવધૂઓ સાથે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. તે બધા અયોધ્યા પહોંચતાં નગરજનોએ ઘણા આનંદ-ઉમંગ સાથે નવદંપતિઓનું સ્વાગત કરી નગર પ્રવેશ કરાવ્યો. fernatio For Sale Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy