________________
જો જે કરમાય ના...54
આ ભયંકર વિચારની મારે આલોચના કહેવી જોઈએ. તેથી તેણીએ આલોચના કહેવા માટે પ્રયાણ કર્યું. પ્રયાણ કરતાંની સાથે જ પગમાં કાંટો વાગી ગયો. તે વખતે સાધ્વીજીને મનમાં લાગ્યું કે આ અપશુકન થયું છે, આલોચના કહેવામાં હું હલકી પડી જઈશ ! ગુરુદેવ મને કેવી સત્ત્વહીન માનશે? ઈત્યાદિ વિચારના વમળમાં અટવાઈ ગઈ. તેણીએ બીજાના નામથી આલોચના કહેવાનો નિર્ણય કર્યો. ગુરુદેવની પાસે જઈને તેણીએ આ પ્રમાણે કહ્યું કે, “હે ગુરુદેવ ! કોઈ આવો આવો વિચાર કરે, તો તેનું શું પ્રાયશ્ચિત આવે?' મેં આવો વિચાર કર્યો હતો, આ રીતે સ્પષ્ટ આલોચના કહી નહિ. ત્યાર બાદ તેણીએ ૧૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ અને પારણે નવી કરી, ૨ વર્ષ સુધી શેકેલા ધાન્યનો આહાર કર્યો, ૧૬ વર્ષ સુધી માસક્ષમણ કર્યા, ૨૦ વર્ષ સુધી આયંબિલ કર્યા. ૨ વર્ષ સુધી નિર્લેપ (સુકા) ચણાનો આહાર કર્યો. આ રીતે ૫૦ વર્ષ સુધી ઘોર તપ કર્યો.
નાં પાપની શુદ્ધિ ન થઈ. તેથી આર્તધ્યાનમાં મરીને અસંખ્ય ભવ કર્યા. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકરના શાસનમાં મોક્ષે જશે. આ પ્રમાણે માયા કપટ કરીને શુદ્ધ આલોચના ન કીધી, તો ભવ ભ્રમણ વધી ગયું. જો તેણીએ માનસિક આલોચના શુદ્ધ કહી હોત, તો ન તો આટલો તપ કરવો પડત, કે ન તો તેની દુર્ગતિ થાત! પાપને છુપાવવાથી તેનો તપ પણ સફળ થયો નહિ. તેથી માનસિક આલોચના કહીને શુદ્ધ બનવું જોઈએ. - આજે કેટલાક જીવો વાચિક અને કાયિક આલોચના કહી દે છે. જેમ કે અપશબ્દ બોલ્યા, જીવ મર્યા ઈત્યાદિ. પરંતુ મનથી કષાય, વાસના આદિના વિચાર કર્યા, એ પ્રમાણે માનસિક આલોચના બહુ જ ઓછા જીવો આલોચના કહેતા કદાચ માનસિક આલોચના ભૂલમાં રહી ગઈ હોય, તો ફરીથી કહી દેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.ainelibrary.org