SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 55...જે જે કમાય ના રાજકુમારી ધર્માત્મા બની... ગંગાપુર નામનું નગર હતું. ત્યાં ગંગાદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો, ગંગા નામની રાણી હતી. એને ગંગસેના નામની પુત્રીની પ્રાપ્તિ થઈ “સંગ તેવો રંગ’’ સાધ્વીજી મહારાજના સારા સત્સંગે રાજકુમારી ગંગસેના ધર્માત્મા બની ગઈ. જૈન ધર્મનો સાર સમજી, એ બાળાએ ભરયૌવનમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું. તે આયંબિલ આદિ તપશ્ચર્યાઓ કરી કાયાને કસવા લાગી. કલંક આપવાનું પ્રાયશ્ચિત ન લીધું... સંગા નામે એક ગરીબ શ્રાવિકા હતી. સાધ્વીજીથી પ્રતિબોધ પામી તેણીએ દીક્ષા અંગીકાર કરી. જ્ઞાન ધ્યાનમાં લીન બની. એ સાધ્વીએ સાધના વડે એવી સિદ્ધિ મેળવી કે એની પ્રસિદ્ધિ ચોતરફ પ્રસરી ગઈ. ઈર્ષાના કારણે રાજકુમારી ગંગસેનાથી આ પ્રસિદ્ધિ સહન ન થઈ. લોકો પહેલા મારી પ્રશંસા કરતા હતા. અને હવે એની કરે છે? ના... એ ન ચાલે’ આ દુષ્ટ ભાવનાએ મૂર્ત રૂપ ધારણ કર્યું. રાજકુમારી ગંગસેનાએ આ વાત હવામાં વહેતી મૂકી દીધી કે, “સંગા સાધ્વી રાક્ષસી છે ! દિવસે તપશ્ચર્યા કરે છે અને રાતે મડદા ખાય છે !!”' વારંવાર તે આ પ્રમાણે લોકોને કહેતી હતી. કહેવાય છે કે, “એક જૂઠી વાત જ્યારે સો વાર કહેવામાં આવે, ત્યારે માણસો એને સાચી જ માની લે છે.” આ વાતે લોકોમાં હાહાકાર મચાવી દીધો... ધર્માત્મા રાજકુમારી ગંગસેના વાત કહે... અને એમાં અવિશ્વાસ? અશક્ય... અશક્ય... અને બધાએ આ વાત સ્વીકારી લીધી... “સંગા સાધ્વી રાજકુમારી... શ્વષિil રાક્ષસી છે...! - “હાથીના ખાવાના દાંત જુદા અને દેખાડવાના જુદા, બહારથી તપસ્વી દેખાય અને અંદરથી એવી હીનવૃત્તિ... છિઃ ! ધિક્કાર હો... મુંહ મેં રામ, બગલ મેં છુરી” સમતાની સરિતા સમી સાથ્વી સંગા... તેણીએ આ બધું મૂંગા મોઢે સહી લીધું... “કર્મના કારણે આ કલંક આવ્યું છે... તે સહન કરવું જ રહ્યું...” આ ઉત્તમ ભાવના ભાવતાં એણે રાજકુમારી ગંગસેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ ન કર્યો.
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy