________________
49. જો જે
ક્યાય ના
રાજાના રસોઈયાએ હરણનું માંસ પકાવ્યું. રાજા અને રાણી આનંદમાં ને આનંદમાં પ્રશંસા કરતાં માંસ ખાઈ રહ્યા હતા. એટલામાં ત્યાંથી બે મુનિઓ નીકળ્યા. એક જ્ઞાની મુનિએ બીજાને કહ્યું કે, “કર્મની કેવી વિચિત્રતા છે? જે સુનંદાના નિમિત્તે બિચારો રુપસેન ફક્ત આંખ અને મનની કલ્પનાથી કર્મ બાંધી ૭-૭ ભવમાં ભયંકર વેદનાનો
રાજા અને રાણી હરણનું માંસ ખાઈ રહ્યા છે આ
G ત્યાંથી મુનિનું જવાનું થયું. શિકાર બન્યો. તે જ સુનંદા તેનું માંસ ખાઈ રહી છે.” આ પ્રમાણે મંદ સ્વરે કહીને માથું ધુણાવ્યું. રાજા અને રાણીએ આ જોઈ લીધું અને માથું હલાવવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ સુનંદાને અભયદાન દેવાની શરતે ખુલાસો કરતાં કહ્યું કે, “જે રૂપસેન ઉપર સુનંદાને સ્નેહ હતો, તે જ જીવનું માંસ સુનંદા ખાઈ રહી હતી. એ આશ્ચર્યથી અમે માથું હલાવ્યું હતું.” એ પ્રમાણે મુનિ પાસેથી હકીકત સાંભળીને સુનંદાને ઘણું જ દુઃખ થયું. “અરે ગુરુદેવ ! મારા પ્રત્યે આંખ અને મનના પાપ કરનારની સાત સાત ભવ સુધી આવી દુર્દશા થઈ, તો મારી શી હાલત થશે? હું તો તેનાથી આગળ વધીને કાયાના પાપરૂપી કાદવથી પણ ખરડાયેલી છું.” મુનિશ્રીએ કહ્યું, “કરેલા અપરાધોની આલોચના લેવાથી અને ચારિત્ર લેવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે.” ઈત્યાદિ તાત્વિક ઉપદેશ સાંભળીને સુનંદાએ દીક્ષા લીધી. આલોચના પ્રાયશ્ચિત લઈ સંયમનું પાલન કરતાં અવધિજ્ઞાન મેળવ્યું.
www.jainelibrary.org