________________
જો જે કમાય બની...48
રાજએ કાગડાને માર્યો.
રાજાએ હંસને માર્યો.
રાજાએ હરણનો શિકાર કર્યો.
ત્યાંથી મરીને રાસેનનો જીવ કાગડા તરીકે ઉત્પન્ન થયો. એક દિવસ બગીચામાં રાજા પોતાની રાણી સાથે સંગીત સાંભળી રહ્યા ન હતા. એટલામાં કાગડો સુનંદાને જોઈને તરત જ જોરજોરથી કોં કોં કરવા લાગ્યો. રાજાએ ક્રોધમાં આવીને તેને મારી નાંખ્યો.
છે ત્યારબાદ તે કાગડો મરીને હંસ તરીકે ઉત્પન્ન થયો. હંસની મિત્રતા એક કાગડા સાથે થઈ. એક દિવસ રાજા અને રાણી સુનંદા એક વૃક્ષ નીચે બેઠા હતા. હંસની દૃષ્ટિ સુનંદા પર પડતાં જ તેણીને જોવામાં હંસ મસ્ત બની ગયો. કાગડો રાજા પર વીટ કરીને (વિષ્ટા કરીને) ઉડી ગયો. રાજાએ ઉપર હંસને જોયો કે તરત જ તીર મારીને તેને ખતમ કરી નાંખ્યો. એક રુપસેનના ભવમાં આત્માએ આંખના પાપથી પાડેલા મોહના સંસ્કાર પછીના ભવોમાં સાથે આવ્યા અને અંતે કમોતે મરવાનું થયું.
- હંસ મરીને છઠ્ઠા ભવમાં હરણીની કુક્ષીમાં હરણ તરીકે ઉત્પન્ન થયો. એક વખત રાજા પોતાની પત્ની સાથે જંગલમાં શિકાર કરવા માટે ગયો હતો. ઘોડા પર ચઢીને રાજા અને રાણી હરણની પાછળ દોડ્યા. હરણ પોતાની તીવ્ર ગતિથી ભાગી રહ્યો હતો. એટલામાં તેની દૃષ્ટિ સુનંદા પર પડી કે તુરત જ હરણ સ્થિર થઈ ગયો. માંસથી ભરેલી તેની કાયા ઉપર રાજાએ બાણ ફેંક્યું અને તુરત હરણનો જીવ મરીને હાથણીની કુક્ષીમાં પહોંચી ગયો.
Jain Education international
For Personal & Prime Use Only
www.jainaiibrary.org