________________
47...જે જે કમાય ના "
આ બાજુ રાત્રિના સમયે નગરમાં શૂન્યતા જાણી મહાબલ નામનો જુગારી ચોરી કરવા નીકળી પડ્યો. ફરતા ફરતા તેણે રાજભવનની પાછળ લટકતી એવી દોરડાની નિસરણી જોઈ. રાજભવનમાં પ્રવેશ મેળવવા આ સારો ઉપાય છે. એમ માની તે ચઢવા લાગ્યો. સુનંદાની દાસીએ દોરડાના અવાજથી વિચાર કરવા લાગી કે, રૂપસેનને સંકેત કર્યો હતો. તેથી તે આવ્યો હશે. એટલામાં કૌમુદી મહોત્સવમાંથી રાણીએ પોતાની દાસીઓને ખબર અંતર પૂછવ્વા મોકલી હતી, તે ભવન તરફ આવી રહી હતી. સુનદાને દાસીઓએ દીવા ઓલવી દીધા અને તેમને ખોટી રીતે કહી દીધું કે, “રાજકુમારીને હવે ઊંઘ આવી ગઈ છે.” રાણીની દાસીઓ પાછી ચાલી ગઈ. દોરડાની નિસરણી ઉપર ચઢતાં ચઢતાં મહાબલ ચોર રાજભવનમાં પ્રવેશ કરવા લાગ્યો. ત્યારે દાસીએ અંધારામાં જ તેનો
સત્કાર કર્યો અને આવકાર આપતા મંદ સ્વરે કહ્યું કે, “પધારો રુપસેન ! અવાજ કરશો નહીં. પધારો ! પધારો !'' જુગારી વિચાર કરવા લાગ્યો કે “અહીં ન બોલવામાં નવ ગુણ છે.” એટલે “હું” “હું” કરતો સુનંદા પાસે પહોંચી ગયો. અંધારામાં કુકર્મ કરી ચાલ્યો ગયો. પણ રુપસેનનો જીવ મરીને તેની
(સુનંદાની) જ કુક્ષીમાં ઉત્પન્ન થયો. ૧) સુનંદાએ ગર્ભપાત કરાવ્યો.
- કેટલોક સમય વીત્યા બાદ સુનંદાના શરીર પર ગર્ભવતીના લક્ષણો
દાસીઓને જણાવા લાગ્યા. તેથી સુનંદાને દાસીઓએ ક્ષાર આદિ દવાઓ ૨) સુનંદાના પતિ રાજાએ સર્પને માર્યો.
પીવડાવી. તેનાથી રૂપસેનનો જીવ ભયંકર રીતે કુક્ષિમાં ગર્ભપાતથી પીડાઈને
મરી ગયો. ત્યાંથી મરીને તે સર્પિણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો અને કાળાંતરે સાપ તરીકે જન્મ્યો. આ બાજુ સુનંદાના લગ્ન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાની સાથે થયા. એક દિવસ રાજા અને રાણી બગીચામાં ફરવા ગયા હતા. ત્યાં ફરતો ફરતો સર્પ બનેલો રુપસેનનો જીવ એકાએક આવી ગયો. સુનંદાને જોતાની સાથે જ સર્પની દૃષ્ટિ તેણીની ઉપર સ્થિર થઈ ગઈ. પરંતુ તે સર્પને આ રીતે સ્થિર દૃષ્ટિવાળો જોઈને સુનંદા ભયભીત થઈ ગઈ. તેના પતિએ શસ્ત્રથી સર્પને મારી નાંખ્યો.
ntal
For Personal Private Use Only