________________
જો જે કમાય ની...50
અવધિજ્ઞાનથી રુપસેનનો જીવ હાથી બન્યાનું જાણી સુનંદા સાધ્વીજી એક વખત હાથીને પ્રતિબોધ આપવા જંગલમાં જઈ રહ્યા હતા, ત્યારે ગામના લોકોએ તેમને જતા રોકવા પ્રયત્નો કર્યા. પરંતુ એક જીવને પ્રતિબોધ આપવા જતા જરાય ગભરાયા વગર સાધ્વીજી જંગલમાં ગયા. હાથીએ જ્યારે સુનંદા સાધ્વીને જોયા કે તરત જ તે તેણીની સામે એકીટશે જોવા લાગ્યો. ત્યારે સાધ્વીજીએ તેને ઉદ્દેશીને કહ્યું કે, “બુજઝ બુજઝ રુવસેણ!” અરે રુપસેન ! બોધ પામ, બોધ પામ, મારા પર સ્નેહ રાખવાથી તું આટલા બધા દુઃખોનો શિકાર બનવા છતાં કેમ સ્નેહરાગનો ત્યાગ કરતો નથી? આવું વાક્ય સાંભળ્યા પછી હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે વીતી ગયેલા ૭ ભવોની દુઃખની શૃંખલા જોઈ. તે ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યો. અરર ! મેં આ શું કર્યું ? અજ્ઞાન દશાથી મોહને પરવશ થઈ આર્તધ્યાનમાં મરી મરીને દુર્ગતિમાં ગયો. હવે મારે દુર્ગતિના દ્વારો જોવા નથી. એમ વિચાર કરતો કરતો હાથી મનમાં જાગ્રત થયો. રાજાને સાધ્વીજીએ ભલામણ કરી કે આ હાથી હવે તમારો સાધર્મિક છે. તે રીતે એનું ખાસ ધ્યાન રાખશો. હાથી છ વગેરે તપ કરીને દેવલોકમાં ગયો.
આ કથા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે મન અને દૃષ્ટિનું પાપ કેવું ભયંકર છે? તેની આલોચના ન લીધી, તો રુપસેનના ૭-૭
ભવ બગડી ગયા. આલોચનાનો કેટલો અભુત પ્રભાવ છે. કે સુનંદાએ ગુરુમહારાજ પાસે પાપોની શુદ્ધિ કરી સાધ્વીજી બની શલ્યરહિત શુદ્ધ સંયમ પાળી કેવળજ્ઞાન મેળવી મોક્ષે ગયા. તેથી આ વિચાર આત્મસાત્ કરી આલોચના લઈ
શુદ્ધ બનવું જોઈએ.
ID AND
સુનંદા સાધ્વીજી હાથીને પ્રતિબોધ આપે છે. ા છily
આ
Jain Educa
પર
www.jainelibrary.org