SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું: “ચાલ, આ રૂમાલ પાકીટ-પેન વગેરે પેન્ટમાં મૂકી દે.' એણે મૂક્યા. તમે કપડાં પહેરીને બહાર નીકળો એ પહેલાં તો ખીસા પાસે સ્યાહીનો મોટો ભૂરો ધબ્બો જોયો. નોકરે પેન મૂકેલી પણ ઢાંકણું ફીટ કરવાનું ભૂલી ગયેલો. ધબ્બો જોયો નથી ને તમારો પિત્તો ફાટ્યો નથી. કચકચાવીને એક થપ્પડ નોકરના ગાલ પર. “હરામખોર! ઢાંકણું ફીટ કરી દેતાં શું થાય?' બીજી વખત આવા જ પ્રસંગે તમે જ પેન ખીસામાં મૂકેલી. પણ ઢાંકણું ફીટ કરવાનું ભૂલી ગયેલા. પછી ભૂરો ધબ્બો પડતાં શીવાર? તમે એ જોયો. તરત જ પૂર્વવત્ પિત્તો ફાટશે ને? તમારી પોતાની જાતને કચકચાવીને એક થપ્પડ સપ્લાય કરશો ને? કેમ નહીં ? કારણકે એવો ગુસ્સો જ નથી આવ્યો. કેમ નથી આવ્યો? કારણકે પોતાની જ ભૂલ જોયેલી છે. તમે એક મહિના માટે યાત્રા પ્રવાસે હતા. ભાગીદારે કોઈક સોદો કર્યો ને એક લાખ રૂપિયાનું નુકશાન થઈ ગયું. યાત્રા પ્રવાસેથી પાછા ફરવા પર તમને જાણ થઈ. “આ રીતે ધંધો થતો હશે? મને પૂછ્યું કેમ નહીં? હું બહારગામ હતો તો રાહ જોતાં શું થાય? આજે લાખનું નુકસાન થયું. કાલે પાંચલાખનું થશે. પછી તો દેવાળું જ કાઢવાનો અવસર આવે ને!” કેવો ધમધમાટ થઈ જાય છે? ને આનાથી વિપરીત. ભાગીદાર હાજર નથી, તમે સોદો કર્યો. લાખનું નુકશાન થયું. ભાગીદાર ધમધમાટ કરી રહ્યો છે ને તમે- “આટલો અકળાઈ કેમ જાય છે? ધંધો છે. ક્યારેક નુકશાન પણ થાય. એના પર ઝગડો કરવાના બદલે બીજા સોદા પર ધ્યાન આપીએ તો નુકસાન રીકવર પણ થઈ જાય.' બીજાની ભૂલ જોઈને આપણા વાણી વ્યવહાર કેવા પ્રવર્તે? અને પોતાની ભૂલ જોવામાં આવે તો કેવા પ્રવર્તે? રજાના દિવસે ઘરના આંગણામાં ખુરશી નાખીને બાપ ને દીકરો બને છાપું વાંચી રહ્યા હતા. રસોડામાંથી અચાનક કાચની બરણી પડવાનો ને ફૂટવાનો અવાજ આવ્યો. બાપે દીકરાને કહ્યું : જરા અંદર જઈને જો તો કોના હાથે બરણી ફૂટી? પુત્રે અંદર ગયા વિના જ કહી દીધું. “બાના હાથે.” બેટા ! જોયા વગર તું એ શાના પરથી કહે છે?' પિતાજી! બરણી ફૂટ્યા પછી બીજો કોઈ અવાજ આવ્યો નથી, એના પરથી કહું છું.” જીવનમાં બનતી આવી રોજિંદી ઘટનાઓથી એ સ્પષ્ટ છે કે જીવ જ્યારે પોતાની ભૂલ જુએ છે ત્યારે ક્રોધની આગ ઊઠી શકતી નથી ને એના બદલે જો જેલર www.jamendrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy