SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ એક શ્રીહરિપદ નામના સમજુ વૃદ્ધ સજ્જન હતા. એમણે રામતનુબાબુની પ્રશંસા કરીને એમની વાત ગામવાસીઓને સમજાવવા પ્રયાસ કર્યો. એટલે ગામવાસીઓનું દિલ પણ કંઈક બદલાયું. એટલામાં ડૉકટર આવી ગયા. તેઓ પણ રામતનુબાબુની સજ્જનતા જાણતા હતા ને તેથી એમના પ્રત્યે આદર ધરાવતા હતા. અધરચંદ્રને અનુકૂળ આવે એવી જ રીપોર્ટ આપવા રામતનુબાબુએ સમજાવ્યા. પણ એમના દિમાગમાં એ વાત બેસી નહીં. છતાં એમણે એટલી વાત સ્વીકારી કે હું હમણાં રીપોર્ટ લખતો નથી. જો ફોજદાર તમારી વાત સ્વીકારી લે તો પછી મારે રીપોર્ટ લખવાની જરૂર જ નહીં પડે. | ડૉકટરના ગયા પછી રામતનુબાબુ ગામના ચાર - પાંચ માન્ય વૃદ્ધ પુરુષોને લઈને પોલીસથાણામાં ગયા, બધી વાતો સમજાવી અને કેસ ચલાવ્યા વગર જ બધાને છોડી દેવા માટે ખૂબ કરગર્યા. થાણેદાર પર રામતનુબાબુની કરુણાનો ઘણો પ્રભાવ પડ્યો. યોગાનુયોગ એ દિવસે પોલીસના સર્કલ ઈન્સ્પેક્ટર પ્રમથબાબુ પણ ત્યાં આવેલા હતા. તેમના ઉપર પણ રામતનુબાબુના આવા વિલક્ષણ વ્યવહારની અસર પડી. થાણેદારે તેમની સાથે વિચારણા કરી. અધરચંદ્ર વગેરેએ આ વાતો સાંભળી ને એમના દિલમાં સાચો પશ્ચાત્તાપ પેદા થયો. એમનું અંતર ખરેખર પશ્ચાત્તાપથી નિર્મળ બનતું જતું હતું. એ અવસરે પ્રમથબાબુએ ચાર-પાંચ સજ્જનોને કહ્યું - તમે એક રંગે હાથ પકડાયેલ ગુનેગારને બચાવવા દ્વારા ગુનાઓ વધારવામાં નિમિત્ત બની રહ્યા છો. આવા ગુનેગારોને જો જરાપણ સજા ન થાય તો તો ગુનેગારોની હિંમત વધી જશે જે બધા માટે જોખમકારક છે. આ રામતનુબાબુ તો કરુણા હૃદય ધરાવે છે. તેઓ કદાચ આ વાત ન સમજી શકે - પણ તમે બધા કેમ આવી વાતમાં એમને સાથ આપવા આવ્યા છો ? આથી શ્રી હરિપદ તથા રામતનુએ પ્રમથબાબુને એ સમજાવવા કોશિશ કરી કે ગુનાઓ પ્રેમ અને સહાનુભૂતિથી ઘટી શકે, દંડથી નહીં. દુઃખના અવસરે નિઃસ્વાર્થ સેવાથી જ અપરાધીઓનું હૃદય પરિવર્તન થઈ શકે. વળી અમે એવો નિર્ણય કર્યો છે કે અધરચંદ્ર વગેરેની વિરુદ્ધ તમારી સમક્ષ ન કોઈએ સાક્ષી બનવું ન કોઈએ પુરાવા આપવા. પછી તમે શું કરી શકશો ? પ્રથમથી જ પ્રભાવિત પ્રમથબાબુ પર આનો વિશેષ પ્રભાવ પડવા છતાં તેઓએ થોડી કરડાકી દેખાડી. “મને તમારા સહુ પ્રત્યે આદર છે. તમારી ક્ષમા અને ઉદારતાની હું કદર કરું છું. પણ ગુનેગારને આ રીતે એકાએક છોડી દઈને અમે અમારી || જેલર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy