SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ફરજ ચૂકી શકીએ નહીં. આમાં શું થઈ શકે છે ? તે અમે ચકાસશું. તમારે હમણાં એમને છોડાવવા હોય તો તમારામાંથી કોઈકે એમના જામીન બનવું પડશે.” આ સાંભળ્યું નથી કે રામતનુબાબુ બોલી ઊઠ્યા : “સર ! તમે કહો એ જામીન મુચરકા હું આપી દઈશ.” આ સાંભળીને થાણેદાર અને ઈન્સ્પેક્ટર બનેનું હૃદય પણ પીગળી ગયું. છેવટે તેઓ પણ માણસ તો હતા જ. તેઓએ અધરચંદ્રને કહ્યું : આ બધી વાતો તમે સાંભળી ? હવે તમારે શું કહેવું છે ? અધરચંદ્રની આંખમાંથી તો આંસુ વહી જ રહ્યા હતા. રોતા અને પુજતા સ્વરે એણે કહ્યું: નામદાર ! હું શેતાન છું ને તેઓ સંત - દેવોને પણ પૂજનીય મહાત્મા. છતાં હું છૂટવા નથી માગતો. મને આજીવન કાળાપાણીની સજા કરો તો પણ એ ઓછી છે, એવો ભયંકર ગુનો મેં કર્યો છે. તમે કોર્ટમાં કેસ કરો. હું જાતે જ મારો ગુનો કબૂલી લઈશ. પછી પ્રમથબાબુના કહેવાથી થાણેદારે બધાને છોડી મૂક્યા. બધા કાગળો પણ ફાડી નાખ્યા. ને ખુશ થતાં થતાં બધા છૂટા પડ્યા. પ્રમથબાબુ અને થાણેદારે રામતનુબાબુના ચરણસ્પર્શ કર્યો. આનું નામ છે, ક્રોધનું ઉપાદાન જ દૂર કરી દીધું. આત્માને પાણીનું ટેંકર બનાવી દીધો. હવે, “બીજાઓએ ચિનગારી નાખવી નહી” એવી અપેક્ષા જરૂરી નહીં. પેટ્રોલના ટેંકરને ચિનગારીનો ડર હોય. પાણીના ટેંકરને શું ડર? એ તો ચિનગારીને પણ બુઝવી દેશે- ઠારી દેશે. ચંડકૌશિક સર્પે તો પ્રભુ તરફ માત્ર ચિનગારી જ નહીં, ભડભડતી આગ જ ઓકી હતી. તો પણ કોઈ ભડકો ન થયો. અને ચંડકૌશિક ખુદ એવો ઠરી ગયો કે મહાનું ક્ષમામૂર્તિ બની ગયો. જરૂર છે પેટ્રોલના ટેંકરને પાણીનું ટેંકર બનાવી દેવાની. પેટ્રોલ જ ન રહ્યું. ઈધણ જ નથી. પછી આગ ક્યાંથી? મેઘકુમારના જીવ હાથીને એના પણ પૂર્વના હાથીભવનું જાતિસ્મરણ જ્ઞાન થયેલું છે. જંગલમાં ઊઠેલો ભયંકર દાવાનળ ને જંગલના પશુઓનું લાચારપણે એમાં હોમાઈ જવું. બધો જ ચિતાર નજર સમક્ષ ખડો થઈ ગયો. હવે આ ભવમાં આ હાલાકી ભોગવવી ન પડે એ માટે એણે એક સુરક્ષિત સ્થાન નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો. ચારે બાજુ ભયંકર દાવાનળ પ્રગટ્યો હોય તો પણ એની કોઈ જ અસર નહીં, કોઈ જ ભડકો નહીં. આવું શક્ય તો જ બને જો વિવક્ષિત સ્થાનમાંથી ઈધણ જ દૂર કરી નખાય. જંગલમાં તો વૃક્ષો જ મોટું ઈધણ છે. એણે એક યોજનાના વિસ્તારમાંથી Jain Education International જેલર omenulary.org For Personal & Private Use Only W
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy