________________
ખબર નહોતી કે આ બધા રામતનુબાબુને મારશે.'
અધરચંદ્રની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. રામતનુ એના દુઃખે દુઃખી થઈ ગયા અને ફોજદારને આજીજી કરવા લાગ્યા કે તેઓ અધરચંદ્રને છોડી દે. ફોજદારે રામતનુબાબુનું ગૌરવ જાળવ્યું. છતાં કડક થઈને કહ્યું કે તમે અમારા કામમાં દખલ ન કરશો. અમે આ બધાને રંગે હાથ પકડી પાડ્યા છે. એમને સજા કરવા માટે અમારી પાસે સાક્ષીઓ અને પૂરતા પુરાવા છે. માટે આ બાબતમાં તમે કશું બોલશો નહીં.” જ્યારે રામતનુએ ઘણી વિનંતીઓ કરી ત્યારે ફોજદારે કહ્યું કે “અમે હુગલીથી તમારા ઘાના અને મારના રીપોર્ટ માટે ડૉકટરને બોલાવ્યા છે અને તમે આ ગુનેગારોને છોડાવવા ઇચ્છો છો ?” ફોજદારે આદર પૂર્વક રામતનુબાબુને એમને ઘરે પહોંચાડ્યા. સાથે એક પોલીસ મોકલ્યો જે ડૉકટર આવવા પર એમનો રીપોર્ટ લઈને પોલીસથાણે આવે.
આ બાજુ ગામના ઘણાં લોકો રામતનુના ઘરે ભેગા થઈ ગયા હતા. ' ગુનેગારોને સજા થવી જ જોઈએ” એવો બધાનો સૂર હતો. પણ રામતનુબાબુનું દિલ કંઈક જુદું જ ઇચ્છતું હતું.
અધરચંદ્રને બચાવવાની તેમની પ્રબળી ઇચ્છા હતી. તેમણે લોકોને કહ્યું : દરેક પોતાના સ્વભાવ મુજબ વર્તે છે. પણ દુઃખ તો બધાને થાય જ છે. મને જે માર પડ્યો છે એ ખરું જોતાં મારા જ પૂર્વના એવા કોઈ કર્મનું ફળ છે. મારું કર્મ દુષ્ટ ન હોત તો અધરચંદ્રની શી તાકાત હતી કે એ મને કાંઈ પણ કરી શકે. એટલે આ તો મારાં જ કર્મોનું ફળ મને મળ્યું છે. અધરચંદ્ર તો માત્ર નિમિત્ત બન્યો છે. પણ એના કારણે એ અને એનો પરિવાર કેવો મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. માટે એ દયા અને ક્ષમાને પાત્ર છે. એટલે હું બધાને વિનંતી કરું છું કે આપણે ફોજદારને વિનંતી કરીએ કે આ કેસમાં તેઓ આગળ ન વધે. ને તેઓ આપણી વિનંતી ન સ્વીકારે તો આપણે એવી વ્યવસ્થા કરીએ કે અધરચંદ્ર વિરુદ્ધ કોઈ સાક્ષી ન બને. મેં મારું નિવેદન હજુ આપ્યું નથી. હું જણાવી દઈશ કે લપસી જવાના કારણે મને આ વાગ્યું છે.
લોકો તો આ સાંભળીને દંગ જ થઈ ગયા. કોઈક મનોમન રામતનુને અભિનંદતું હતું. કોઈક નિંદતું હતું કે આ રીતે તો ગુનાઓ વધશે. પણ રામતનુબાબુની આંખોમાંથી તો કરુણાના આંસુ વહી રહ્યા હતા. ગામલોકોમાં
( જેલર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org