________________
ના, નામદાર ! ના. મારી સિગારેટના કારણે આગ લાગી એ વાત સાચી નથી.” જજ, સ્વ-પરના વકીલો સહિત આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ. “જો તારી સિગારેટના કારણે આગ નથી લાગી, તો શેના કારણે લાગી છે ?”
નામદાર ! આગ એટલા માટે લાગી કે એણે ગોડાઉનમાં રૂ ભર્યું હતું. જો એણે ગોડાઉનમાં લોખંડનો ભંગાર ભર્યો હોત તો સળગતું ઠૂંઠું શું? સળગતું લાકડું નાખ્યું હોય તો પણ શું આગ લાગત ?' - વાસ્તવિકતા તો આ જ છે કે નથી એકલી ચિનગારીથી આગ લાગતી કે નથી એકલા પેટ્રોલથી આગ લાગતી. બન્નેના સંયોગ થવા પર જ આગ લાગે છે. એમ, નથી એકલી ગાળ વગેરેરૂપ નિમિત્ત મળવાથી ક્રોધની આગ લાગતી કે નથી એકલા ક્રોધી સ્વભાવવાળા આત્મા રૂપ ઉપાદાનના કારણે ક્રોધની આગ લાગતી. એ બન્નેનો સંયોગ થવા પર જ ક્રોધ પેદા થાય છે.
અંગારો લેવા આવેલા યુવકને ના પાડવા છતાં ફરીથી માગવા પર બાવાજીએ કહ્યું : ભાઈ ! તમને સંભળાતું નથી ? એકવાર તો કહ્યું કે આગ બૂઝાઈ ગઈ છે. છતાં યુવકે ફરીથી આગ માગી. “ખોટી જીદ શામાટે પકડો છો?” બાવાજીનો અવાજ જરા મોટો થયો. એટલે યુવકે પાછું કહ્યું : “બાપજી! ખોટું શા માટે બોલો છો? રાખ હેઠળ દબાયેલો અગ્નિ ચોખ્ખો વરતાય છે.”
તું તો મવાલી લાગે છે. ચોખ્ખું કહ્યું કે આગ નથી છતાં માગ માગ કરે છે.” બાવાજીનો રોષ વધી ગયો. “મારી સગી આંખે હું ધૂમાડો જોઈ રહ્યો છું. બાપજી !ના શા માટે પાડો છો ?” યુવકે આમ કહેવા પર બાવાજીએ ચીપિયો ઊઠાવ્યો. ને યુવક સામે ધસ્યો. યુવકે એ જ સ્વસ્થતાથી કહ્યું : હવે તો તમારી આગના તણખાં પણ ઊડવા માંડ્યા છે. જો તમારી પાસે આગ હોય જ નહીં, તો એ બને શી રીતે ? . . અંદર આગ છે એનો અર્થ જ ઉપાદાન હાજર છે. અને ઉપાદાન હાજર છે તો એક નાની ચિનગારી પણ ભડકો કરી શકે છે. ઉપાદાન હાજર રાખવું અને છતાં ભડકો ન થાય એ માટે, કોઈ ચિનગારી જ ન નાખે આવી અપેક્ષા રાખવી એ ક્યારેય સફળ ન બનનાર બાબત છે, કારણકે એમાં સ્વાધીનતા નથી, આપણા સંપર્કમાં આવનાર હજારો લોકો છે. કોણ ? ક્યારે ? કઈ રીતે ? ક્યાંથી ? ચિનગારી નાખી દે, શું કહી શકાય ? બધાના હાથ હંમેશ માટે બાંધી રાખવા શક્ય છે જ નહીં. વળી આપણી અવળચંડાઈ, આપણાં પૂર્વક પણ સામાને ચિનગારી નાખવા ઉશ્કેરી શકે એમ છે. એટલે કોઈ ચિનગારી જ ન
(૮૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org