SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નાખે આવી અપેક્ષા એ મૂર્ખતા છે. જે ભડકો નથી થવા દેવો તો ઉપાદાન જ દૂર કરી દેવું જોઈએ. એટલે કે આત્માને જ એવો બનાવી દેવો કે જેથી કોઈ ગાળાગાળી વગેરે ગમે તે કરે, ક્રોધની આગ પેદા થાય જ નહીં. અરે ક્રોધની આગ શું, દિલમાં શત્રુપ્રત્યે પણ પ્રીતિ ને કરુણા જ વહ્યા કરે. ગોરખપુરથી પ્રકાશિત થતાં હિંદી માસિક કલ્યાણના વર્ષ ૩૫ ના એક અંકમાં પૃષ્ઠ ૯પર થી ૯૫૫ પર પ્રકાશિત થયેલ એક સત્ય ઘટનાને આ સંદર્ભમાં જાણીએ. આશરે ચાલીસ વર્ષ પૂર્વેની વાત છે. હુગલી જિલ્લાના એક નાના ગામના પુરોહિતનો પુત્ર રામતનુ કલકત્તા ગયો. નોકરીની સાથે ભણતાં ભણતાં એમ.એ. થયો. ક્રમશ: બસો રૂપિયાના માસિક પગાર સાથે એક સરકારી શાળાના આચાર્ય બન્યો. એ જમાનામાં આ પગાર ઘણો જ મોટો કહેવાતો. એમનો ને એમના ધર્મપત્નીનો સ્વભાવ ઘણો સારો હતો. અભિમાનની છાંટ નહીં, કોઈનું બૂરું કરવાનો વિચાર સુદ્ધાં નહીં. ઉપરથી બધાનું ભલું જ કરવાની ભાવના ને એનો શક્ય પ્રયત્ન. તેથી આખા ગામમાં આદરપાત્ર, પ્રીતિપાત્ર ને પ્રશંસાપાત્ર બનેલા હતા. પણ તેમના એક પાડોશી અધરચંદ્રને તેમની આ પ્રગતિથી અને પ્રતિષ્ઠાથી ભારે ઈર્ષા થતી હતી. એટલે વારે વારે તે રામતનુને બેઆબરુ કરવા માટે કંઈક ને કંઈક ખટપટ કર્યા કરતો. પણ જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. રામતનુ બાબુની દ્રષ્ટિમાં તો મૈત્રી અને કરુણા જ ભરેલા હોવાથી તેઓ તો બધાને મિત્ર જ જોતા હતા. અધરચંદ્ર શત્રુતા આચરી રહ્યો છે એવી એમને તો કલ્પના પણ નહોતી. એક વખત અધરચંદ્ર એક દુષ્ટ યોજના ઘડી. બે - ત્રણ ગુંડાઓને તૈયાર કર્યા. વળી બહારથી કોઈ એક કુલટા સ્ત્રીને બોલાવી. “આ સ્ત્રીએ ખોટી હોહા કરીને રામતનુ બાબુ પર કલંક મૂકવું અને પછી એ સ્ત્રીને બચાવવાના નામે અધરચંદ્ર અને ગુંડાઓએ એમના પર તૂટી પડવું' એવી યોજના બનાવી. અને એક દિવસ એ યોજનાને અમલમાં મૂકી. બપોરના સમયે રામતનું બાબુ બહારથી ઘરે આવી રહ્યા હતા. એક નાની નિર્જન ગલીમાં નક્કી કરેલા સ્થાને પેલી સ્ત્રી ઊભેલી હતી. જેવા રામતનું ત્યાંથી નીકળ્યા કે એણે બૂમાબૂમ કરી મૂકી. “હરામખોર ! છોડ - છોડ, તું બ્રાહ્મણ શિક્ષક થઈને આવી બદમાશી કરે છે. મારી લાજ લૂંટવા ઇચ્છે છે.” બચાવો...બચાવો... મને કોઈ બચાવો.' આટલું બોલતાં બોલતાં તો એકદમ નજીક આવી ગઈ. પોતાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત કરી નાખ્યા.અધરચંદ્ર પણ [જેલર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy