________________
હવે સર્વાર્થસિદ્ધવિમાન કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ.. આ ફરક શાના કારણે ? શું મંત્રીઓ સુધરી ગયા ? કે મંત્રીઓને દુષ્ટ માનવાનું છોડી પોતે સમતાભાવમાં આગળ વધ્યા.. એટલે સ્પષ્ટ જ છે કે અન્યનું ગમે તેવું પ્રતિકૂળ વર્તન આપણને એટલું નુકશાન પહોંચાડી શકતું નથી જેટલું આપણો ક્રોધ પહોંચાડે છે. સીધી વાત છે, ગાળ ખાવી પડે એ મોટું નુકશાન કે નરકગમન એ મોટું નુકશાન ? એમ થપ્પડ ખાવી, હાથ-પગ ભાંગવા કે બે પાંચ કરોડની ઊઠી જવી એ મોટું નુકશાન કે નરકગમન એ મોટું નુકશાન ? અરે, પ્રાણ જાય એના કરતાં પણ . નરકગમન એ જ મોટું નુકશાન છે, કારણકે પ્રાણ છૂટતી વખતે પણ સમતા જો જાળવી રાખી તો વધારે જાહોજલાલી સાથેના જાજરમાન પ્રાણ મળવાના નિશ્ચિત. છે, પણ સમતા ગુમાવીને જો નરક ભેગા થઈ ગયા તો પ્રતિક્ષણ મોતની જાલિમ વેદના, ને છતાં મોત ન થવાથી અસંખ્યવાર મૃત્યુવેદના. એટલે આ જ વાત નિશ્ચિત થાય છે કે ગમે તે કક્ષાનું પ્રતિકૂળવર્તન એ માત્ર માંકડનો જ ચટકો છે. ને એ વખતે ક્રોધનો પ્રતિભાવ એ ઉંદરે બિલાડીની સહાય લેવા બરાબર છે.
હવે એક બીજી મહત્ત્વની વાત વિચારીએ. “કોઈએ ગાળ આપી માટે ગુસ્સો આવ્યો” વગેરે વાત પણ જે વર્તમાનમાં શાંતિનો ઇચ્છુક છે ને ભવિષ્યમાં સુખનો ઇચ્છુક છે તેની માટે સાચી નથી. એક સિગારશોખીને પૂરી થવા આવેલી સિગારેટને બૂઝવ્યા વગર જ ઘા કરીને ફેંકી દીધી. સળગતી સિગારેટ એક રૂના ગોડાઉનમાં પડી. જોતજોતામાં રૂએ આગ પકડી લીધી. આખું ગોડાઉન બળીને સાફ, પચાસ લાખ રૂપિયાનું નુકશાન થયું. પણ માલિકે આ સિગારશોખીનની હરકત જોયેલી ને તેથી એના પર કોર્ટમાં ક્લેઈમ કર્યો. પેલા સિગારવ્યસનીને આરોપીના કઠેડામાં ઊભો કરવામાં આવ્યો. પ્રશ્નો પૂછાય છે. ‘તમે એ વખતે સિગારેટ પીતા પીતા જઈ રહ્યા હતા ?'
હાજી !” છેલ્લે તમે સળગતાં સૂંઠાનો ઘા કરેલો ?” હા, નામદાર !' “એ ઠૂંઠું રૂના ગોડાઉનમાં પડેલું ? ‘હા, સાહેબ!”
તો તમારે આ માલિકને થયેલ પચાસ લાખનું નુકશાન ભરપાઈ કરી આપવું પડશે, કારણકે તમારી સળગતી સિગારેટના કારણે આગ લાગી હતી.”
૮
)
Jain Education International
જેલર. www.jainenbrary.org
For Personal & Private Use Only