________________
એટલે આપણે “એણે મને કેવી ગાળો ભાંડેલી, દિલને આરપાર વીંધી નાખે એવા કેવાં મર્મભેદી વચનો કહેલાં, કેવો કેવો ત્રાસ ગુજારેલો, આવું બધું આપણા બચાવમાં જે કાંઈ કહીએ એનો કશો મતલબ રહેતો નથી. કર્મસત્તા કહે છેઃ તું બીજાની ફાઈલ ખોલ જ નહીં. તારી જ ફાઈલની વાત કર કે તે શું કર્યું છે?'
આપણે કેદીના દૃષ્ટાંતના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો ગાળ આપનારો - મારપીટ કરનારો કે કોઈપણ પ્રકારનો ત્રાસ આપનારો. બધા કર્મસત્તાની કોર્ટના કર્મચારી જેલર જ છે. જેલર કોર્ટના હુકમ મુજબ કેદીને વિવિધ સજા કરે કે કોર્ટનો ઑર્ડર હોય તો ફાંસીના માંચડે લટકાવીને મારી પણ નાખે. કેદીને ક્યાંય પણ ગુસ્સો કરવાનો અધિકાર મળે ખરો ? જે કાંઈ સજા થાય, કેદીને શાંતિથી એ સહન જ કરી લેવાની હોય છે. દેહાંતદંડની સજા થાય તો પણ કેદીને ગુસ્સો કરવાનો પરવાનો કોર્ટ આપતી જ નથી.
કર્મસત્તાની કોર્ટની પણ આ જ રીતરસમ છે. સજા નાની હોય કે મોટી હોય.. સજા એ સજા જ છે. તારા જ ગુનાની સજા છે. એ શાંતિથી ભોગવી લેવી એ જ તારી ફરજ છે. એટલે નુકશાન પાંચ રૂપિયાનું હોય, પાંચ લાખનું હોય કે પાંચ અબજનું હોય. ગુસ્સો કરવાનો અધિકાર તને મળી જતો નથી. થપ્પડ ખાવી પડે, હાથપગ ભાંગે કે પ્રાણ જાય. તારા ક્રોધને કર્મસત્તા ચલાવી લેશે
નહીં.
માટે નક્કી કરવું જોઈએ કે મારે જો કર્મસત્તાની કોર્ટ તરફથી વધારે સજા ન જોઈતી હોય ને ઉપરથી ભવ્ય ઈનામ જોઈતા હોય તો સહન કરવાના જે કાંઈ પ્રસંગો ઉપસ્થિત થાય, મારે ક્ષમા જ રાખવાની, ક્રોધ કરવાનો નહીં. એટલે કે સહન કરવાના દરેક પ્રસંગો ક્ષમાના જ અવસર છે, ક્રોધના નહીં. - ' દિવસમાં દસ નિમિત્ત મળે તો દસેવાર અંદરથી ક્રોધ જ ઊઠે છે, ક્ષમાનું સંગીત દિલમાં એકવાર રેલાતું નથી.
ક્રોધ એકદમ સાહજિક લાગે છે. ક્ષમા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. “હવેથી ગુસ્સો કરવો નહીં આવો દિલથી સંકલ્પ કર્યો હોવા છતાં પ્રસંગ બનવા પર ગુસ્સો આવી જ જાય છે. સંકલ્પનું તો ક્યાંય સુરસુરીયું થઈ જાય છે.
ગુસ્સાના નુકશાનો અનેકવાર અનુભવ્યા હોવા છતાં તેમજ ઉપદેશમાં પણ ગુસ્સો ખરાબ-અકર્તવ્ય એ વાત વારંવાર સમજાવાતી હોવા છતાં દિલ ગુસ્સાનો પક્ષપાત છોડી શકતું નથી. અને “ગુસ્સા વગર કોઈ કામ જ થાય
જેલર
Jain Education International
For Personal & Private Use Only
Verjamembrary.org