________________
નહીં. ગુસ્સો ન કરીએ તો નમાલા દેખાઈએ. ગુસ્સો ન કરીએ તો બધા માથે ચડી બેસે.” આવા બધા સૂર છેડ્યા જ કરે છે.
આ અને આવી અન્ય હકીકતો ધ્વનિત કરે છે કે અનંતભૂતકાળમાં અનંતા પ્રસંગો બન્યા. જીવ સ્વરુચિથી ગુસ્સો જ કર્યો છે, ક્ષમા ક્યારેય રાખી નથી. અને તેથી જીવનું અસ્તિત્વ જાણે કે ક્રોધમય બની ગયું છે. આ જ કારણ છે કે વર્તમાનમાં પણ તે તે પ્રસંગે અંદરથી તો ક્રોધની જ પ્રેરણા મળે છે, ક્ષમાની
ક્યારેય નહીં હવે, ક્રોધના દારુણ વિપાકો સમજાવા પર જીવના અસ્તિત્વને ક્ષમામય બનાવવાની જો ઈચ્છા છે, તો ક્રોધનાં નુકશાનો અને ક્ષમાના લાભોને જણાવનાર ઉપદેશ વચનોનું વારંવાર પારાયણ જરૂરી છે અને સાથે સાથે એવા પ્રસંગો પણ જાણે કે જરૂરી છે.
એક સંન્યાસી ક્રોધમાં તો જાણે કે દુર્વાસાનો અવતાર, નિમિત્ત મળ્યું નથી ને બોઈલર ફાટ્યું નથી. પોતાના ક્રોધથી પોતે જ ત્રાસી જવા પર હિમાલયમાં નિર્જન પ્રદેશમાં પહોંચી ગયો. ત્રીસ વરસ ત્યાં રહ્યો. આ દીર્ઘકાળ દરમ્યાન ક્યારેય પોતે ગુસ્સો કર્યો નથી. એટલે હવે વાંધો નહીં આવે એમ સમજી પાછો લોકની વચમાં આવ્યો. યોગાનુયોગ કુંભમેળાના દિવસો.. ભારે ભીડ. કોઈકનો પગ પોતાના પગ પર પડ્યો. ને લાવારસ ઓકાવાનો ચાલુ. “આંધળો છે, સંભાળીને ચાલતા શું થાય?' ૩૦-૩૦ વરસ સુધી ગુસ્સો ન કર્યો હોવા છતાં ક્ષમા કેમ ન કેળવાઈ? એ કારણ વિચારીશું તો જણાશે કે ક્ષમાની કેળવણીનો અવસર જ ન મળ્યો એ કારણે.
બહુ જ પ્રારંભિક બાલ્યવયથી જે બાળકોને ચપ્પલ - બૂટ વગર ક્યાંય મોકલાતા નથી એ બાળકોના પગ અત્યંત સુકોમળ બની જાય છે. અથડાવું - કૂટાવું - ટીંચાવું-કર્કશ - કઠોર જમીન પર ઘસાવું.. આ બધું જ બાળકના પગને મજબૂત કરનાર હોય છે.
વિદ્યાર્થી અવસ્થાથી જ કેક્યુલેટરના પનારે પડી ગયેલું મગજ ૧૨૪૧૭ જેવા સરળ દાખલામાં પણ મૂંઝવણ અનુભવશે, જ્યારે જૂના માણસનું મગજ આંખના પલકારામાં એનો જવાબ આપી દેશે. એટલે સ્પષ્ટ છે કે કોયડાભરેલા પ્રશ્નો મગજની કેળવણી માટે હોય છે.
શરીર અને મગજ (મન) અંગેના આ જ નિયમને આત્માઅંગે લાગુ પાડીને કુદરત જીવને જાણે કે કહી રહી છે કે “અલ્યા ! તું ક્ષમા કેળવી શકે એ માટે તો હું તને કોઈકના દ્વારા ગાળ અપાવું છું. કોઈકના દ્વારા અપમાન કરાયું
( જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org