SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આશય આ છે કે વિ.સં. ૨૦૩૮ નું અમારું ચોમાસું પાલનપુર હતું. સ્વ. પૂ. ગુરુદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સપરિવાર પાલનપુર તરફના વિહારમાં હતા. વચ્ચે એક મધ્યમકક્ષાનું શહેર આવ્યું. ત્યાં એક વયોવૃદ્ધ આચાર્ય પોતાના મોટા શિષ્ય પરિવાર સાથે રોકાયેલા હતા. અવસ્થાના કારણે એમની પરિસ્થિતિ ગંભીર હતી. સ્વ.પૂ.ગુરુદેવશ્રી તો નિર્ધામણા કરાવવામાં અત્યંત નિપુણ પણ ખરા ને રસિક પણ ખરા. એ વયોવૃદ્ધ સીરિયસ મહાત્માની સમાધિ માટે દસેક દિવસ ત્યાં રોકાવાનો નિશ્ચય કરીને રોકાયા. ત્યાં વીસ આસપાસની ઉંમરના કેટલાક યુવાન મહાત્માઓ હતા. ગુરુદેવ તો શાસનને વરેલા. પોતાના - પરાયાપણાની ભાવનાથી પર. “આ સાધુઓ મારા શિષ્ય ભલે નથી. પણ મારા શાસનના તો છે. તેઓ ભણશે-ગણશે તો મારા પ્રભુના શાસનને અજવાળશે.” આવી ઉદાત્ત ભાવનાથી એમને ભણાવવાનો નિશ્ચય કર્યો. શાસ્ત્રોના રહસ્યો પામવા માટે તર્કશક્તિ જોઈએ. ને તર્કશક્તિ વિકસાવવા માટે સામાન્યરીતે ન્યાયદર્શનના ગ્રંથોનું આપણે ત્યાં અધ્યયન થાય છે. પણ ન્યાયદર્શનની પ્રાથમિક પરિભાષા જ એવી કઠિન ને મગજનું દહીં કરનારી કે જેથી વિદ્યાર્થીઓ ડરીને ભણવાનું જ છોડી દે. કદાચ ન છોડે તો પણ આગળના ગ્રંથો દુર્ગમ બની જાય. પૂ. ગુરુદેવશ્રી તો ન્યાયવિશારદ, વાયગ્રંથોનું પુનઃ પુનઃ ઊંડું પરિશીલન કરીને તેઓશ્રીએ એક ગ્રંથ રચ્યો: ‘ન્યાયભૂમિકા.” કાશી બનારસના દિગ્ગજ પંડિતો પણ જે ગ્રંથ જોઈને મોંમાં આગળ નાખી ગયા કે “સેંકડો વર્ષોમાં અમારા પંડિતો જે સરળતા નથી લાવી શક્યા એ તમે લાવ્યા છો.” ગુરુદેવે સામેથી એ યુવાન મહાત્માઓને કહ્યું કે મારા ૮- ૧૦ દિવસના રોકાણ દરમ્યાન તમને ન્યાયભૂમિકા ગ્રંથ કરાવી દઉં, જેથી આગળના ગ્રંથો સરળ બની જાય. શ્રી સંઘમાં અત્યંત લબ્ધપ્રતિષ્ઠ ને આવા મોટા મહાત્મા સામેથી કહે એટલે ના તો શી રીતે પડાય? પાઠ શરૂ થયો. પણ આ મહાત્માઓ જાણે કે જન્મજાત વેરી ન હોય એમ શ્રદ્ધા-બહુમાનના સ્થાને ખૂબ વિચિત્ર લાગે એવું દ્વેષ પ્રયુક્ત વર્તન જ કર્યા કરતાં. એ જોઈને અમારા મહાત્માઓ જરા સમસમી જતા. એકદિવસ ફરિયાદ કરી : ગુરુદેવ ! આપ તો અપ્રમત્ત સાધક છો. “ચોવીસ કલાકમાં છવ્વીસ કલાકનું કામ રાખવું જેથી એક મિનીટ પણ વ્યર્થ ન જાય” એવો આપનો સિદ્ધાંત. અત્યંત ટાઈટ શીડ્યુલમાંથી પણ ગમે તે રીતે સમય કાઢીને આપશ્રી મહાત્માઓને ભણાવી રહ્યા છો. પણ આ મહાત્માઓને તો કશી પડી નથી. ઉપરથી આપશ્રીની માનહાનિ થાય એવું વિચિત્ર વર્તન જેલર www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy