________________
પાલકે પોતાના અંગત વૈરની તૃપ્તિ માટે રાજાને ખોટી વાત ઠસાવી સજા કરવાનો અધિકાર મેળવી લીધો છે. ખંધકસૂરિ તથા તેમના ૫૦૦ શિષ્યોને જીવતે જીવ પીલી નાખવા માટે યાંત્રિક ઘાણી ઊભી કરી છે. વગરવાંકે પ્રાણપ્રિય ૪૯૯ શિષ્યોને પીલી નાખ્યા. હવે છેલ્લા બહુ જ નાના - નાજુક - સુકોમળ બાળમુનિ છે. “ભાઈ ! આને પીલાતા હું જોઈ નહીં શકું. માટે પહેલાં મને પીલી નાખ.” આટલી નજીવી વિનંતીનો પણ પાલકે ધરાર ઇનકાર કરી બાળમુનિને જ પ્રથમ પત્યા અને પછી ખંધકસૂરિને પીલ્યા. પાલકના આવા ઘોર અત્યાચાર પર ખંધકસૂરિએ કરેલા ગુસ્સાને પણ કર્મસત્તાએ માફ કર્યો નથી, ને એની ક્રૂર સજા કરી જ છે.
કુરુટ-ઉત્કટ બન્ને બંધુમુનિવરો છે. તીવ્રતપ અને નિર્મળસંયમ સાધના પર અનેક લબ્ધિઓ આવીને વરેલી છે. ક્રમશઃ કુણાલામાં ચોમાસુ રોકાયા છે. યોગાનુયોગ મેઘરાજા રીસાયા છે. વરસાદનું તો ટીપું ય નથી. પણ આકાશમાં એક પાતળી વાદળીના પણ દર્શન નથી. અજ્ઞાનલોક ખોટી કલ્પનામાં ચડ્યું. મહારાજે વરસાદને બાંધી રાખ્યો છે ને મહાત્માઓને કનડવાનું ચાલુ થયું. કોઈ આક્રોશભરેલા વચનો કહે છે. કોઈ ગાલાગાલી કરે છે. કોઈ મહાત્માઓને ધક્કે ચડાવે છે. પણ મહાત્માઓ પોતાની મૌન સાધનામાં રત છે. સામો પ્રહાર તો નહીં, પ્રતિકાર પણ નહીં. ફરિયાદનો સૂર પણ નહીં. બધું જ સમતાભાવે સહન કરતા જાય છે. દિવસો વિતતા જાય છે ને લોકો તરફથી ત્રાસ પણ વધતો ગયો. કોઈ ધૂકે છે, કોઈ થપ્પડ મારે છે. ઓર દિવસો વધતા ગયા. હવે તો લોકો બેફામ બન્યા છે. મહાત્માઓની સમતાને કાયરતા-લાચારી સમજી દંડ ફટકારે છે. લોહીલૂહાણ કરી નાખે છે. ને બન્ને મહાત્માઓની કમાન છટકી. મેઘરાજાને પંદર દિવસ સુધી દિવસ - રાત મુસળધાર વરસવાનું આહ્વાન કર્યું. લબ્ધિધર મહાત્માઓનું વચન નિષ્ફળ જાય એમ નહોતું. આખો મુલક તારાજ થઈ ગયો. તણાઈ ગયો. ને સાથે સાથે અવ્વલ કક્ષાના સાધક મહાત્માઓ પણ સાતમી નરકમાં તણાઈ ગયા. કર્મસત્તાએ એમના ગુસ્સાને માફ ન કર્યો.
કર્મસત્તા બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે “ન્યાય મારે કરવાનો છે, દુનિયાએ નહીં. આખી દુનિયા જેને સન્તવ્ય માને એ ગુસ્સો પણ મારા કાનૂનમાં ક્ષત્તવ્ય નથી. મારા કાનૂનમાં તો ગુસ્સો માત્ર અક્ષત્તવ્ય છે.”
પ્રશ્ન : પણ સામી વ્યક્તિ જ આપણા ક્રોધને ઉશ્કેરતી હોય તો ? ઉત્તર : સામો શું કરે છે ? એ જોવા - વિચારવાનો આપણને અધિકાર
૭૬
[ જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org