________________
તૈયાર નથી. એ તો દરેકને ક્ષમાનું જ નિમિત્ત માને છે.
એક જ વ્યક્તિ તરફથી વારંવાર અનેક પ્રકારની કનડગતો થયા કરે ને એના કારણે ખૂબ ખૂબ ભયંકર વેદનાઓ વેક્યા કરવી પડે. આ બધાના અસરકારક વર્ણનથી આપણે આખી દુનિયાને કવિંસ કરી શકીએ. ને આખી દુનિયા “આટલો બધો ત્રાસ હોય તો તો ગુસ્સો આવે જ ને ! એ સહજ છે !” આમ કહે તો પણ કર્મસત્તા ગુસ્સાને ચલાવી લેવા તૈયાર નથી. એ તો કહે છે “જે કાંઈ સહન કરવાનું આવે એ બધું ક્ષમાનું જ નિમિત્ત છે. તારે ક્ષમા જ રાખવાની. ગુસ્સો કરવાનો તને અધિકાર નથી.” અગ્નિશર્માએ કેટલું વેક્યું હતું ? પહેલાં મશ્કરીઓ,પછી એમાં કઠોરતા ને ક્રૂરતા ભળી અને પછી ત્રણ ત્રણ વાર માસક્ષમણનું પારણું ચૂકવ્યું છે.
હવે આપણે આપણી જાતને અગ્નિશર્માની જગ્યાએ ગોઠવીને વિચાર કરવાનો છે. “ભારે તકેદારી રાખવાની બાબત હોય, કોઈપણ હાલતમાં ગરબડ ન જ થવા દઉં એવો ગર્ભિત એકરાર હોય એવી બાબતમાં, પૂર્વે ભયંકર કક્ષાની ક્રુર મશ્કરીઓનો વારંવાર ત્રાસ આપી ચૂકેલી વ્યક્તિ એકવાર ગરબડ કરે ને પછી શિરોવેદનાનું કારણ આગળ ધરે બીજીવાર ગરબડ કરે ને અચાનક યુદ્ધની પરિસ્થિતિને આગળ ધરે. ને પાછી ત્રીજીવાર ગરબડ કરે. આપણને એ વ્યક્તિ માટે શું વિચાર આવે? “આગળ-પાછળ ક્યારેય નહીં એ જ દિવસે એકદમ માથું દુઃખવા આવ્યું? વળી મહિના પછી પાછા પારણાના જ દિવસે અચાનક યુદ્ધ આવી પડ્યું? આ બધા બહાના છે. માથું દુખવાનો પણ ઢોંગ હતો. ને યુદ્ધની વાતો પણ એક સ્ટંટ સિવાય બીજું કશું નથી. પારણાના લાભ આપવાની વિનંતી, એનો ભારોભાર આગ્રહ - પારણું ચૂકવ્યાનો ભારે રંજ, આંસુઓનો ધોધ, આ બધું જ દેખાડો હતો. ફરી ફરી પારણાનો સ્વીકાર કરાવીને પારણું ચૂકવી હેરાન કરવા માટેની જ આ બધી ચાલ હતી.’ આવા બધા જ વિચાર આવે ને ? ને આવા વિચાર આવે એટલે ગુસ્સો જ આવે ને ? આપણને એકલાને જ કે સામાન્યથી કોઈપણ વ્યક્તિને? એટલે અગ્નિશર્માએ ગુણસેન તરફથી જે સહન કર્યું છે. વળી બળે પારણા ચૂકાયા ને તપ આગળ વધ્યો તો પણ એણે સમતા જ વધારી છે. આટલું બધું થયા પછી ગુણસને ત્રીજીવાર પારણું ચૂકવ્યું. આટલી ભયંકર કનડગત પછી કરેલા ગુસ્સાને પણ કર્મસત્તાએ માન્ય કર્યો નથી. અને અગ્નિશર્માના એ ગુસ્સાને અપરાધ લેખવી એની કડક સજા પણ કરી જ છે.
૭૫
[ જેલર any org
Jain Education International
For Personal & Private Use Only