SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ છે માટે મહાગુણિયલ હોય જ. પણ આયુષ્ય ઓછું હોવાથી અંજનાના લગ્ન પવનંજય સાથે નિશ્ચિત થયેલા. પવનંજય પણ ગુણિયલ ને પરાક્રમી છે જ. સખીઓ અંજનાને ચીડવવા માટે અંજનાના સાંભળતાં પરસ્પર વાતો કરી રહી છે. “ભલેને આયુષ્ય ઓછું હોય. ચરમશરીરી એ ચરમશરીરી.. એને જ વરવાનું હોય” વગેરે. છદ્મવેશે આવેલ પવનંજય આ સાંભળી રહ્યો છે. પવનંજય વિચક્ષણ છે. આર્યસન્નારીની મર્યાદાઓનો અજાણ નથી. આવા અવસરે મૌન એ જે આર્યનારીનો ઉચિત પ્રતિભાવ છે એવા ખ્યાલવાળા એને અંજનાના મૌન પર અકળાઈ જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ કર્મસત્તા અંજનાને સજા કરવા માગે છે. ને તેથી વિચક્ષણ – પ્રેમાળ એવા પણ પવનંજયને ઉધો વિચાર આપ્યો. “અંજના મારો પક્ષ લેતી નથી. સખીઓને રોકતી નથી. તો જરૂર વિદ્યુ—ભને ચાહતી હશે.' પરિણામ ? પરણ્યાની રાતથી સજાનો પ્રારંભ થઈ ગયો. પવનંજયે અંજનાનો ત્યાગ કરી દીધો. અંજના તો મહાસતી છે. પતિવિરહ શૃંગાર ત્યાગ કર્યો છે. ઝુરી ઝૂરીને કૃશકાય ને પ્લાનવદના થયેલી છે. પણ સ્વકર્મ દોષને જોવા દ્વારા ન માત્ર પવનંજય પ્રત્યેના દ્વેષને ટાળ્યો છે, દિલના પ્રેમને પણ એવો જ અખંડ રાખ્યો છે. બાવીસ-બાવીસ વર્ષના વહાણાં વીતી ગયા. પણ પવનંજય સિવાયના પુરુષને મનથી પણ ઈચ્છતી નથી. ને જ્યારે પવનંજય યુદ્ધ માટે પ્રયાણ કરી રહ્યો છે તો એ જ પ્રેમથી એને શુભકામના આપવા એના ચરણોમાં ઝુકી ગઈ છે. એ વખતે પણ પવનંજયે અમીદ્રષ્ટિ તો નહીં જ, ભારે તિરસ્કારપૂર્વક હડધૂત કરી નાખી છે. જમીન પર ઢગલો થઈને ફસડાઈ પડી. સખી વસંતતિલકા માંડ માંડ એને એના મહેલમાં લઈ આવી. પવનંજયનું પ્રયાણ થઈ ગયું. સંધ્યા સમયે પ્રથમ છાવણી સરોવરના કિનારે પડી છે. વિદ્યાબળે ત્યાં પણ મહેલ ઊભો કરી દીધો. ઝરુખામાંથી સરોવરની શોભા જોઈ રહેલા પવનંજયે ચક્રવાકના વિરહમાં ઝૂરતી ચક્રવાકીને જોઈ. એનો કરુણ વિલાપ જોયો. દિવસના બાર કલાક તો બન્ને સાથે રહ્યા છે. રાત્રીના બાર કલાકના વિરહની પણ આ વેદના! ને અચાનક પવનંજયને અંજના યાદ આવી ગઈ. અંજના પ્રત્યેનો પૂર્વગ્રહ વિલીન થઈ ગયો ને પ્રેમના અંકુરા ફૂટ્યા. પ્રેમ તો એવો પાંગર્યો કે હવે એક ક્ષણનો વિલંબ ખમવા પણ તૈયાર નથી. તત્કાળ પ્રહસિત મિત્રને લઈને વિદ્યાબળે સીધો જ અંજનાના મહેલમાં. અહીં જરા ઊંડાણથી વિચારીશું તો જણાશે કે, ચક્રવાકીના વિલાપને પર જેલર Ary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy