________________
ભાઈને-સહકાર્યકરને-સાસુને-વહુ-દેરાણીને કે જેઠાણીને.. કોક વ્યક્તિને ડગલે ને પગલે કડવાવેણ સંભળાવવા-કટાક્ષ કરવા-કંઈક કનડગતો કરવી. બિચારી નબળી છે, ગરીબડી છે, કશો પ્રતિકાર કરવાની હાલતમાં નથી. એની આ નબળાઈનો લાભ ઊઠાવી વાતવાતમાં ટોર્ચરિંગ કર્યા કરવું. એની યાતનાઓ - માનસિક ત્રાસ જોઈને હરખાવું, અંતસ્તોષ માનવો, એને દબાવ્યા કરવાનો – દબડાવ્યા કરવાનો, પોતાની સત્તા ચલાવવાનો આનંદ માણ્યા કરવો. આ પણ અપરાધ છે. બહુ સેવ્યો. હવે છોડવો છે?
અપરાધ બેફામપણે સેવ્યા કરવા છે. કોઈ જ મર્યાદા મૂકવી નથી. ને સજા મર્યાદિત જોઈએ છે. અપરાધથી થાકવું નથી. ને સજાથી થાકી જવું છે. આ વાત ક્યારેય બનવાની નથી. સજાથી ત્રાસવું એ સજાથી છૂટવાનો ઉપાય છે જ નહીં. અપરાધથી ત્રાસવું એ સજાથી છૂટવાનો ઉપાય છે.
પ્રશ્ન : દુન્વયી કોર્ટ કયો ગુનો છે? કઈ કલમ હેઠળ સજા કરવામાં આવી રહી છે? અને કેટલી સજા છે? વગેરે બધું જણાવે છે. એટલે સજા વેઠવાની માનસિક તૈયારી થઈ શકે છે. તેમ જ આટલા વખત પછી છૂટકારો થઈ જશે એ આશા ઊભી થાય છે. કર્મસત્તાની કોર્ટ તો આ કશું જણાવતી નથી.
ઉત્તર : હા, આ વાત બરાબર છે. પણ જેમ પૂર્વે જણાવ્યું કે, છોકરાએ શું કર્યું છે? એ ખબર ન હોવા છતાં બાપનો માર પડી રહ્યો હોય તો કલ્પના અપરાધની જ કરવામાં આવે છે. એમ સજા થવા પર સામાન્યથી અપરાધની જ કલ્પના કરવી જોઈએ. ને એ કરવામાં આવે તો સજા માટે મન તૈયાર થઈ શકે છે. તથા કેટલી સજા થઈ છે? એ ત્યાં આપણને કહેવામાં આવતું નથી. પણ સજા પૂરી થવા પર આપણો દુઃખથી છૂટકારો થઈ જ જાય છે. જે જેલર રોજ સવાર પડે ને કરડાકીપૂર્વક કેદી પાસે મજુરી શરૂ કરાવતો હોય છે. એ જ જેલરનું સજા પૂરી થવા પર વર્તન બદલાઈ જાય છે. સન્માન પૂર્વક કેદીને છૂટો કરી દે છે. આવું જ કર્મસત્તાની કોર્ટના જેલરનું છે. ને પવનંજય જાન લઈને અંજનાસુંદરીને પરણવા આવ્યો છે. લગ્નની આગલી રાતે અકાળ ઉત્સુકતા જાગી છે કે ભાવી પત્નીનું રૂપ કેવું છે? એ જોઈ લઉં. મિત્ર પ્રહસિત સાથે ગુપ્તવેશે અંજનાના મહેલે રાત્રે પહોંચ્યો છે. અંજનાનું રૂપ જોઈને મોહી પડ્યો. પણ ત્યાં અંજનાની સખીઓ મશ્કરીના વાદે ચઢી છે. વાત એવી બનેલી કે અંજનાના માતપિતા સમક્ષ બે રાજકુમારોના પ્રસ્તાવ આવેલા. એક પવનંજયનો, બીજો વિદ્યુ—ભનો. વિદ્યુ—ભ ચરમશરીરી છે. ને ચરમશરીરી
પ૧
જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org