SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જતો દેખાય. આવા હંમેશના અનુભવ હોય. ઘોર નિરાશા - હતાશા, ભારે પરાભવ. પૈસા માટે ભલભલાની દાઢીમાં હાથ નાખવાનો. કંઈક મસ્કા મારવાના. અપમાનના કડવા ઘૂંટ પીવાના ને છતાં પૈસા ન મળે તે ન જ મળે. રોટલીના ટૂકડા - ટૂકડા માટે ભટકવું પડે. ને આવું ક્યાં સુધી ? જિંદગીનો અંત આવે, પણ હાલાકીનો અંત ન આવે. જેમણે અનીતિ છોડવી નથી એમણે આવા સદાકાલીન દીન - હીન – પત્ની જેવા અંગત સ્વજનથી પણ અપમાનિત થયા કરનારા અભાગિયાને નજરમાં રાખવો જોઈએ. વીસથી પચ્ચીસ કે પચાસ કરોડ પર પહોંચવામાં અહીં આંકડો વધવા સિવાય બીજો કોઈ વિશેષ ફરક પડવાનો નથી. પણ એ માટે કરેલા કાવાદાવા - દગોફટકા કે ગમે તેવા ધંધા પરલોકમાં મોજશોખ કે સગવડ સુવિધા તો નહીં જ, જીવન માટે અતિ અતિ આવશ્યક ચીજોને પણ ભારે દોહિલી બનાવીને મૃત્યુપર્યત રંજાડશે. આ વાત કોઈએ ભૂલવા જેવી નથી. પૈસા માટેની ગમે તેવી મેલી રમતો, અપ્રામાણિકતા વગેરેની કુદરત જો નોંધ લેતી ન હોય ને આવી સજા કરતી ન હોય તો તો દુનિયામાં ન્યાય જેવું કશું રહે જ નહીં. આ જ રીતે ક્રોધી સ્વભાવ-વાતવાતમાં ગુસ્સો કર્યો, વારંવાર કર્યો, ઘણો કર્યો. હવે આ સ્વભાવ બદલવો છે? અહીં નહીં બદલો તો ક્યાં બદલશો ? પ્રકૃતિ પ્રાણ સાથે જાય” એટલે ચાલી નથી જતી. પ્રાણ જ્યાં જશે ત્યાં પણ એનો પીછો પકડીને આવશે. એને છોડવી હોય તો આપણે જ છોડવી પડશે. અહીં જ છોડવી પડશે. ‘નથી છૂટતી, શું કરીએ ?' વગેરે રોંદણાં નહીં રોવાના કે જંપીને બેસવાનું નહીં. ગુસ્સો કર્યા કરવાની કુટેવ છૂટતી ન હોય તો કડક સજા રાખો. બીજે દિવસે ચોવિહાર ઉપવાસ કરીશ. જેના પર ગુસ્સો કર્યો એને પગે લાગીને માફી માગીશ. એકવારના ગુસ્સાનો દસ હજારનો દંડ રાખીશ. જે કરવું પડે એ કરીશ. પણ ગુસ્સો છોડવો છે. જેઓ ગુસ્સાની ટેવ છોડતા નથી એમને કુદરત પણ ભવિષ્યમાં કહેશે કે દરેક રીતે તારા બૂરા હાલ કરવાની ટેવ હું પણ છોડી શકતી નથી. એમ દરેક વ્યક્તિ સાથે દરેક પ્રસંગમાં માયા-દંભ-ક્યાંય સરળતાનિખાલસતા નહીં. બીજી ત્રીજી વ્યક્તિને તો નહીં જ, પણ મિત્રને સ્વજનને - પત્નીને - માતાપિતાને કે ગુરુભગવંતને પણ ન છોડે. બધે જ પોલિટિક્સ. જિંદગીના ૬૦-૭૦-૭૫ વર્ષ આ જ રીતે માયા-દંભ સેવી સેવીને પસાર કર્યા. હવે આ અપરાધ છોડવો છે? [ જેલર | rary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy